જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષાકર્મીઓએ એક આતંકીને માર્યો ઠાર
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા જવાનોએ એક આતંકીને ઠાર માર્યો છે. સુરક્ષા જવાનોને આ વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.
આ દરમિયાન સુરક્ષાકર્મીઓએ આતંકીને આત્મસમર્પણ કરવાનું કહ્યું પરંતુ આતંકીએ ગોળીબાર કર્યો. જેના જવાબમાં સુરક્ષા જવાનોએ જવાબી કાર્યવાહી કરી અને આતંકવાદી માર્યો ગયો. હજુ સુધી હુમલાખોરની ઓળખ થઈ શકી નથી.

કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે આતંકવાદી પાસેથી ઘણી વાંધાજનક વસ્તુઓ મળી આવી છે, તેની પાસેથી હથિયારો, કારતૂસ વગેરે મળી આવ્યા છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, આ એન્કાઉન્ટર કુલગામ જિલ્લાના હુવડા ગામમાં થયું હતું. આ એન્કાઉન્ટરમાં પોલીસ અને સેનાના જવાનો સામેલ હતા. એન્કાઉન્ટરમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક જવાન ઘાયલ થયો છે.
આ પહેલા સેના સરહદ પારથી સતત ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે. સેનાએ કુપવાડા જિલ્લામાં ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. કુપવાડાના મચ્છલ સેક્ટરમાં સેનાએ 5 આતંકીઓને ઠાર કર્યા છે.
આ અંગે માહિતી આપતાં કાશ્મીર ઝોન પોલીસે કહ્યું હતું કે, સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં કુપવાડાના માછલ સેક્ટરમાં PoK બાજુથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. આ દરમિયાન પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે. ઘટનાસ્થળેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.
#WATCH | One terrorist killed in an encounter in Kulgam, Jammu and Kashmir. Incriminating materials including arms & ammunition recovered. A search operation is underway in the area.
— ANI (@ANI) June 27, 2023
(Visuals deferred by unspecified time) pic.twitter.com/1OIdeTyEMc












Click it and Unblock the Notifications
