For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીર: ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓની મુક્તિ પર શું બોલ્યા અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ છે કે જમ્મુ કાશ્મીરના ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ અને બીજા નેતાઓની મુક્તિનો નિર્ણય તે નહિ પરંતુ સ્થાનિક પ્રશાસન લેશે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ છે કે જમ્મુ કાશ્મીરના ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ અને બીજા નેતાઓની મુક્તિનો નિર્ણય તે નહિ પરંતુ સ્થાનિક પ્રશાસન લેશે. શાહે કહ્યુ કે આ નિર્ણય મારે નથી કરવાનો. સ્થાનિક પ્રશાસનને લાગશે કે તેમની મુક્તિ કરી દેવી જોઈએ તો તે મુક્ત કરી દેશે. શાહે કહ્યુ કે અમારી કોઈ ઈચ્છા નથી કે કોઈને જેલમાં રાખવાં આવે. આ ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓને તેમના ભડકાઉ ભાષણ માટે કસ્ટડીમાં લેવા પડ્યા. એક ટીવી ઈન્ટરવ્યુમાં અમિત શાહે આ વાત કહી છે.

amit shah

જમ્મુ કાશ્મીરના પૂર્વ ત્રણ સીએમ ફારુક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તી છેલ્લા પાંચ મહિનાથી કસ્ટડીમાં છે. 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરીને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવા અને અનુચ્છેદ 370 રદ કરવાના નિર્ણય સાથે જ કસ્ટડીમાં લઈ લીધા હતા. ત્રણે નેતાઓની મુક્તિ વિશે થયેલા સવાલ પર શાહે કહ્યુ કે તેમના તરફથી એવા નિવેદન આવ્યા કે અનુચ્છેદ 370ને અડ્યા તો દેશમાં આગ લાગી જશે. આ નિવેદનોને જોતા થોડા સમય માટે તેમને કસ્ટડીમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. જ્યારે પ્રશાસનને લાગશે કે તેમની મુક્તિથી કાયદો વ્યવસ્થાને કોઈ મુશ્કેલી નથી તો તેમને છોડી મૂકવામાં આવશે. શાહે એ પણ કહ્યુ કે કોઈ પણ આ નેતાઓને એન્ટીનેશનલ કે દેશની વિરુદ્ધ નથી કહી રહ્યુ. અમિત શાહે એ પણ દાવો કર્યો કે કાશ્મીર ઘાટીમાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને રોજ જનજીવન સારી રીતે ચાલી રહ્યુ છે. કાશ્મીરમાં આજે ક્યાંય પણ કર્ફ્યુ નથી.

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરવાનુ એલાન કર્યુ હતુ. સરકારે રાજ્યમાંથી આર્ટિકલ 370 ખતમ કરીને આને બે કેન્દ્રશાસિત રાજ્યોમાં વહેંચવાનો નિર્ણય કર્યો હતો. નિર્ણયના એલાન સાથે સંચાર સાધનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જેને બાદમાં હટાવી લેવામાં આવ્યો હતો. જો કે ઈન્ટરનેટ હજુ પણ સંપૂર્ણપણે બંધ છે. 5 ઓગસ્ટના દિવસે જ રાજ્યના (ભાજપના મોટાભાગના નેતાઓ સિવાય) ખાસ કરીને ઘાટીમાં પ્રભાવ ધરાવતા મોટાભાગની પાર્ટીઓના નેતાઓને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા હતા. વળી, સેંકડો સામાજિક અને રાજકીય કાર્યકર્તાઓને પણ ક્ટડીમાં લેવામાં આવ્યા હતા. કસ્ટડીમાં લેવાયેલા ત્રણ પૂર્વ મુખ્યમંત્રી, નેસનલ કોન્ફરન્સના ફારુક અને ઉમર અબ્દુલ્લા અને પીડીપીના મહેબુબા મુફ્તી પણ શામેલ છે. આ ઉપરાંત ડઝનેક પૂર્વ મંત્રી, સાંસદ, ધારાસભ્ય નેતા કાર્યકર્તાઓને ઓગસ્ટ મહિનાથી કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ઈનોવેશન ઈંડેક્સમાં ભારતનો રેન્ક સુધરીને 52 સુધી પહોંચ્યો છેઃ પીએમઆ પણ વાંચોઃ ઈનોવેશન ઈંડેક્સમાં ભારતનો રેન્ક સુધરીને 52 સુધી પહોંચ્યો છેઃ પીએમ

English summary
jammu kashmir: Amit Shah saidon former CMs detention that No One Called Them Anti national
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X