જમ્મુ કાશ્મીર: બારામુલાના સોપોરમાં એન્કાઉન્ટર, એક આતંકી ઠાર
જમ્મુ કાશ્મીરના બારામૂલામાં હાલમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ઉત્તર કાશ્મીરના બારામૂલામાં આવતા સોપોરમાં વરપોરા વિસ્તારમાં આ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.
જમ્મુ કાશ્મીરના બારામૂલામાં હાલમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ઉત્તર કાશ્મીરના બારામૂલામાં આવતા સોપોરમાં વરપોરા વિસ્તારમાં આ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે સુરક્ષાબળો ઘ્વારા એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસ ઘ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર વારપોરાના એક ઘરમાં કેટલાક આતંકીઓ સંતાયા હોવાની જાણકારી મળી હતી. ત્યારપછી અહીં કાસો લોન્ચ કરી દેવામાં આવ્યું.

આતંકીઓ ઘ્વારા સુરક્ષાબળો પર ફાયરિંગ કરવામાં આવી. સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. જણાવવામાં આવી રહ્યું છે કે ત્રણ આતંકીઓને સુરક્ષાબળો ઘ્વારા ઘેરવામાં આવ્યા છે. આ એન્કાઉન્ટર પર હજુ વધારે માહિતી આવવાની રાજ જોવાઈ રહી છે.
આ પણ વાંચો: જાણો કેમ પુલવામામાં દેશ માટે જીવ ગુમાવનાર જવાનોને શહીદનો દરજ્જો મળી શકશે નહિ?












Click it and Unblock the Notifications
