Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જમ્મુ કાશ્મીર: ઈદ ઉજવવા ઘરે આવેલા જવાનની આતંકીઓએ હત્યા કરી

જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓએ સેનાના જવાનને નિશાનો બનાવ્યો છે. ઈદની રજામાં ઘરે આવેલા જવાનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.

જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓએ સેનાના જવાનને નિશાનો બનાવ્યો છે. ઈદની રજામાં ઘરે આવેલા જવાનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આતંકીઓએ દક્ષિણ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લામાં પ્રાદેશિક સેનાના એક જવાનની ગોળી મારીને હત્યા કરી દીધી છે. જવાન ઈદની રજામાં ઘરે આવ્યો હતો.

Jammu Kashmir

આતંકીઓએ જવાનને ગોળી મારીને તેની હત્યા કરી નાખી. મળતી જાણકારી અનુસાર કેટલાક અજ્ઞાત બંદૂકધારી અનંતનાગ જિલ્લાના સદુરા ગામમાં મંજુર અહમદ બેગના ઘરે આવ્યા અને ગોળી મારીને જવાનની હત્યા કરી નાખી. આ હુમલામાં બેગ ગંભીર રીતે ઘાયલ થયા. તેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમની મૌત થઇ ગઈ.

બેગ શોપિયાં જિલ્લાના ડ્યુટી પર હતા અને રાષ્ટ્રીય રાઇફલની 34 બટાલિયન સાથે જોડાયેલા હતા. આતંકીઓ વિશે સૂચના મળતા જ તરત સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું અને સુરક્ષાબળો ઘ્વારા આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો. હજુ સુધી આતંકીઓ વિશે કોઈ જ જણકારી નથી મળી શકી, પરંતુ સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરઃ પુલવામા એનકાઉન્ટરમાં અત્યાર સુધી 4 આતંકી ઠાર, આતંકી બનેલો જવાન પણ ઠાર કરાયો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X