જમ્મુ કાશ્મીરઃ પુલવામા એનકાઉન્ટરમાં અત્યાર સુધી 4 આતંકી ઠાર, આતંકી બનેલો જવાન પણ ઠાર કરાયો
જમ્મુ કાશ્મીરના પુલવામામાં ચાલી રહેલ એનકાઉન્ટરમાં અત્યાર સુધી સુરક્ષાબળોએ ચાર આતંકીઓને ઠાર માર્યા છે.
જમ્મુ કાશ્મીરના પુલવામામાં ચાલી રહેલ એનકાઉન્ટરમાં અત્યાર સુધી સુરક્ષાબળોએ ચાર આતંકીઓને ઠાર માર્યા છે. દક્ષિણ કાશ્મીર હેઠળ આવતા પુલવામાના લાસીપોરામાં ચાલી રહેલ એનકાઉન્ટરમાં સુરક્ષાબળોને આતંકીઓ પાસેથી ભારે માત્રામાં હથિયાર પણ મળી આવ્યા હતા. હાલમાં સર્ચ ઑપરેશન ચાલુ છે. આ એનકાઉન્ટરમાં માર્યો ગયેલો એક આતંકી જમ્મુ કાશ્મીર પોલિસ સાથે સ્પેશિયલ પોલિસ ઓફિસર (એસપીઓ) કાર્યરત હતો.

સુરક્ષાબળોને આતંકીઓ પાસેથી ત્રણ એ કે સીરિઝની રાઈફલ્સ પણ મળી આવી છે. લાસીપોરામાં એનકાઉન્ટર ગુરુવાર સાંજથી ચાલુ છે. આ વિસ્તારમાં સુરક્ષાબળોને આતંકીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ અહીં સર્ચ ઑપરેશન લૉન્ચ કરવામાં આવ્યુ હતુ. આતંકીઓની ઓળખ હજુ થઈ શકી નથી. જે પૂર્વ પોલિસકર્મી આ એનકાઉન્ટરમાં માર્યા ગયા છે તે પુલવામામાં પોતાની સર્વિસ રાઈફલ સાથે ફરાર થઈ ગયા હતા. તેના આતંકી સંગઠન સાથે જોડાવાના સમાચાર આવ્યા હતા. આતંકી સંગઠનમાં શામેલ હોવાના બસ 24 કલાકની અંદર જ આ પોલિસકર્મીને સુરક્ષાબળોએ ઠાર મારી દીધા.












Click it and Unblock the Notifications
