For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરઃ અરનિયા સેક્ટરમાં ઉડતી દેખાઈ શંકાસ્પદ વસ્તુ, જવાનોએ ફાયરીંગ કર્યુ તો પાકિસ્તાન તરફ ગયુ

જમ્મુ કાશ્મીરના અરનિયા સેક્ટરમાં આજે(સોમવાર, 23 ઓગસ્ટ) સવારે આકાશમાં એક શંકાસ્પદ વસ્તુ ઉડતી દેખાઈ છે.

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના અરનિયા સેક્ટરમાં આજે(સોમવાર, 23 ઓગસ્ટ) સવારે આકાશમાં એક શંકાસ્પદ વસ્તુ ઉડતી દેખાઈ છે. આ શંકાસ્પદ વસ્તુ લાલ અને પીળા રંગની ચમકી રહી હતી. સીમા સુરક્ષા બળ(બીએસએફ) માહિતી આપી છે કે આજે લગભગ 5.30 વાગે આંતરરાષ્ટ્રીય સીમા પાસે અરનિયા સેક્ટરમાં આપણા અગ્રીમ સૈનિકોએ આકાશમાં એક શંકાસ્પદ વસ્તુ ઉડતી જોઈ હતી. જે લાલ અને પીળા રંગની ચમકી રહી હતી. આપણા સૈનિકોએ ઉડતી વસ્તુ પર તરત જ 25 એલએમજી ફાયરિંગ કર્યુ. ફાયરિંગ બાદ ઉડતી વસ્તુ અમુક ઉંચાઈ સુધી પહોંચી ગઈ અને પાકિસ્તાન તરફ જતી રહી.

drone

બીએસએફે કહ્યુ છે કે પોલિસની મદદથી વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યુ છે કે અમે આખા વિસ્તારમાં સર્ચ અભિયાન ચાલુ કર્યુ છે. ઈન્ડિયા ટુડેમાં છપાયેલા રિપોર્ટ મુજબ અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સીમા પાસે ઉડતી શંકાસ્પદ વસ્તુ માનવ રહિત હવાઈ વાહન(યુવી) હતુ. ડ્રોનને બેઅસર કરવા માટે જવાનોએ ફાયરિંગ કર્યુ હતુ. તમને જણાવી દઈએ કે જૂનમાં એરફોર્સ સ્ટેશન જમ્મુ પર થયેલ ડ્રોન હુમલાના કારણે જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સીમા પર ડ્રોન દેખાવાની સંખ્યા વધી ગઈ છે.

26 અને 27 જૂનની મધ્ય રાત્રિમાં એરફોર્સ સ્ટેશનના હાઈ ટેકનિકલ એરિયામાં બે વિસ્ફોટ થયા હતા. આ હુમલામાં ભારતીય વાયુસેનાના બે જવાનોને સામાન્ય ઈજા થઈ હતી. આંતરરાષ્ટ્રીય સીમા પાસે વારંવાર યુએવી દેખાવાને લઈને ગૃહ મંત્રાલયે માનક સંચાલન પ્રક્રિયા (એસઓપી)નુ કડકાઈથી પાલન કરવાના આદેશ આપ્યા છે. ગૃહ મંત્રાલયે નિર્દેશ આપ્યા છે કે જેવુ આકાશમાં ડ્રોન, પેરાગ્લાઈડર, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ, ગરમ હવાના ફૂગ્ગા દેખાય તો તેના પર તરત જ એક્શન લેવામાં આવે.

English summary
jammu kashmir: Suspicious object flying Arnia sector, have gone to Pakistan after jawans fired
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X