For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીર ટેંશન: 3 દિવસ માટે અમિત શાહ કાશ્મીર જશે

ફરી એકવાર એલઓસી પર દબાણ વધ્યું, અમરનાથ યાત્રાના રૂટ પર સર્ચ ઓપરેશન દરમિયાન ભારતીય સુરક્ષા દળોને સ્નાઈપર રાઈફલ મળી

|
Google Oneindia Gujarati News

ફરી એકવાર એલઓસી પર દબાણ વધ્યું, અમરનાથ યાત્રાના રૂટ પર સર્ચ ઓપરેશન દરમિયાન ભારતીય સુરક્ષા દળોને સ્નાઈપર રાઈફલ મળી, ત્યારબાદ આ યાત્રા અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો, અને આતંકી ખતરાને ધ્યાનમાં રાખીને તરત એડવાઈઝરી જાહેર કરવામાં આવી. અમરનાથ યાત્રાળુઓ જ્યાં પણ હોય, જ્યાં પણ તેઓ અમરનાથ યાત્રાના માર્ગ પર હોય, તેઓએ તેમના ઘરે પાછા ફરવાનો પ્રયાસ કરવો જોઈએ, કારણ કે તેમના પર હુમલો કરવાનું એક મોટી કાવતરું રચવામાં આવી રહ્યું છે.

3 દિવસ માટે કાશ્મીર જશે ગૃહમંત્રી

3 દિવસ માટે કાશ્મીર જશે ગૃહમંત્રી

ખબર આવી રહી છે કે ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ સત્ર બાદ ત્રણ દિવસના કાશ્મીર પ્રવાસ પર જશે, અમિત શાહ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ સાથે કાશ્મીરમાં પાર્ટીના કાર્યક્રમમાં સામેલ થશે, તેમની મુલાકાત ત્રણ દિવસની છે અને તેઓ ત્યાં બૂથ ઇન્ચાર્જની સભાને સંબોધન કરશે.

કાશ્મીર પર સંસદમાં અમિત શાહની અગત્યની બેઠક

કાશ્મીર પર સંસદમાં અમિત શાહની અગત્યની બેઠક

જમ્મુ-કાશ્મીરમાં હંગામો પહેલા સંસદ ભવન કચેરીમાં ગૃહ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી તે પહેલાં ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોવલ અને ગૃહ સચિવ રાજીવ ગાબા પણ હાજર છે.

રાજ્ય સરકારની એડવાઈઝરી બાદ લોકો તણાવમાં છે

રાજ્ય સરકારની એડવાઈઝરી બાદ લોકો તણાવમાં છે

જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર દ્વારા અમરનાથ યાત્રાને મધ્યમાં બંધ કરી દીધી હતી અને પ્રવાસીઓને શક્ય તેટલી વહેલી તકે ખીણમાંથી નીકળવાની સૂચના જારી કર્યા બાદ રાજ્યમાં ભયનો માહોલ છે. પાકિસ્તાન તરફથી મળેલ ધમકીને ધ્યાનમાં રાખીને રાજ્ય વહીવટીતંત્રએ બહારના વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને અમરનાથ યાત્રાળુઓને વહેલી તકે રવાના કરવા જણાવ્યું છે. પ્રવાસીઓને બહાર કાઢવા માટે એરફોર્સના વિમાનની મદદ પણ લેવામાં આવી રહી છે. રાજ્ય સરકારની સલાહ બાદ લોકો તણાવમાં છે. જોકે રાજ્યપાલ સત્યપાલ મલિકે સ્પષ્ટ કરી દીધું છે કે સલામતી ખાતર લીધેલું આ પગલું છે.

હોસ્પિટલમાંથી રજાની મંજૂરી નહીં

હોસ્પિટલમાંથી રજાની મંજૂરી નહીં

શ્રીનગરની હોસ્પિટલમાં એક પરિપત્ર પણ જારી કરવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, હોસ્પિટલના તમામ કર્મચારીઓને અગાઉની સૂચના વિના હોસ્પિટલમાંથી રજા લેવાની મંજૂરી નથી. નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. હોસ્પિટલના તમામ પ્રભારીઓને આ હુકમનો અમલ કરવા સુચના આપવામાં આવી છે.

English summary
Jammu Kashmir tension: Amit Shah will make a much anticipated visit to Jammu and Kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X