For Quick Alerts
For Daily Alerts
મુંબઇ મેટ્રો માટે જાપાને 71 બિલિયન યેનની લોન આપી
બંને દેશોનાં વડા પ્રધાન વતી બહાર પડાયેલા સંયુક્ત નિવેદનમાં કહેવાયું છે કે 'બંને વડા પ્રધાન મુંબઈ મેટ્રો લાઈન 3 યોજના માટે કુલ 71 અરબ યેનનાં લોનની સાથે આઠ યોજનાઓ માટે નાણાકિય વર્ષ 2012નાં કુલ 353.106 અરબ યેનની લોન માટેનાં હસ્તાક્ષરનું સ્વાગત કરે છે.'
નિવેદનમાં કહેવાયું છે કે 'વડા પ્રધાન મનમોહન સિંહે અબે દ્વારા ભારતીય ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી, હૈદરાબાદનાં જટિલ વિકાસ પ્રોજેક્ટ માટે 17.7 અરબ યેન અને તામિલનાડુ ઇન્વેસ્ટમેંટ પ્રમોશન કાર્યક્રમ માટે 13 અરબ યેન ફાળવવાનાં વચનની પ્રશંસા કરી છે.' જાપાને દિલ્હી - મુંબઈ માર્ગ પર રેલગાડીની ઝડપ 160થી 200 કિલોમીટર દર કલાકે વધારવાની મદદ માટે પણ રજૂઆત કરી છે.
Comments
English summary
Japan to give 71 billion yen loan to Mumbai Metro.
Story first published: Thursday, May 30, 2013, 12:16 [IST]