આ કેવો ભાઈ છે, જે બહેનની અંદરના કપડાં જુવે છે: જયા પ્રદા
રામપુરથી ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર જયા પ્રદાએ ફરી એકવાર સપા નેતા આઝમ ખાન પર મોટો હુમલો કર્યો છે.
રામપુરથી ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર જયા પ્રદાએ ફરી એકવાર સપા નેતા આઝમ ખાન પર મોટો હુમલો કર્યો છે. આઝમ ખાન પર પ્રહાર કરતા જયા પ્રદાએ કહ્યું કે મેં આઝમ ખાનનું ખુબ જ સમ્માન કર્યું. આઝમ ખાનને ભાઈ કહેતા તેમને ઘણું સમ્માન આપ્યું, તેમને રાખડી પણ બાંધી. આ સંબંધ જનતાને ખબર છે. આ સંબંધ તેમને તોડ્યો છે, મેં નથી તોડ્યો. લોકો મને તે નજરથી જુએ છે, લોકો મને દીદી કહે છે, જે કે નેતા માટે ખુબ જ મોટી વાત છે.
આ પણ વાંચો: હાથીની જગ્યાએ ભૂલથી કમળનું બટન દબાવ્યું, પછતાવો થતાં આંગળી જ કાપી નાખી

આ કેવો ભાઈ છે
આઝમ ખાન પર પ્રહાર કરતા જયા પ્રદાએ કહ્યું કે આ કેવા પ્રકારનો ભાઈ છે, કોઈ પણ ભાઈ તેની બહેનના અંદરના અને બહારના કપડાં નહીં જુવે. આ જે રીતે સ્ત્રીઓના કપડાને જુવે છે કે તે શુ પહેરે છે, અંદર શુ પહેરે છે, બહાર શુ પહેરે છે, તે યોગ્ય નથી. આપને જણાવી દઈએ કે ચૂંટણી સભામાં આઝમ ખાને જયા પ્રદાનું નામ લીધા વિના કહ્યું હતું કે, મને ખબર છે કે તેમની નીચેનું અંડરવિયર ખાખી રંગનું છે.

હુ દિલથી રાજનીતિ કરું છું
જયા પ્રદાએ કહ્યું કે હું દિલથી રાજનીતિ કરું છું, દિમાગથી નહીં. હું મોદીજીના કહેવા પર ફરી સક્રિય રાજનીતિમાં આવી છું. આ જનતાનો આવાઝ છે, એટલા માટે હું રામપુર આવી છું. મને વિશ્વાસ છે કે મેં કોઈ ખોટું કામ નથી કર્યું, દરેક ધર્મનું હું સમ્માન કરું છું. આ ચૂંટણીના સૌથી મોટા મુદ્દા વિશે જણાવતા જયા પ્રદાએ કહ્યું કે રોજગાર અને મહિલા સમ્માન અને સુરક્ષા ચૂંટણીના મોટા મુદ્દાઓ છે.

ગરીબી મોટી સમસ્યા
જયા પ્રદાએ કહ્યું કે જયારે હું પહેલીવાર રામપુર આવી ત્યારે મને ખુબ જ ખરાબ લાગ્યું. ગરીબીને કારણે લોકો ઘણી મુસીબતનો સામનો કરી રહ્યા છે. ત્યારપછી મેં વિચાર્યું કે હું લોકો માટે કામ કરીશ. આપને જણાવી દઈએ કે જયા પ્રદા રામપુરથી આઝમ ખાન વિરુદ્ધ ચૂંટણી લડી રહી છે. બંને વચ્ચે તીખા પ્રહારો પણ ચાલુ જ છે.












Click it and Unblock the Notifications
