• search

જયલલિતાને જામીન! ખોટા ન્યૂઝથી તમિલનાડુમાં ઉજવાઇ ગઇ દિવાળી

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  બેંગલુરુ, 7 ઓક્ટોબર: આવક કરતા વધારે સંપતિના મામલે જેલ હવાલે કરાયેલા તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની જામીન અરજી પર આજે કર્ણાટક હાઇકોર્ટનો નિર્ણય આવવાનો હતો, પરંતુ કોર્ટ પોતાની સુનાવણી કરે એ પહેલા તો અફવાઓનું બજાર ગરમ થઇ ગયું, ન્યૂઝ ચેનલોમાં પણ એવા સમાચાર ફ્લેસ થવા લાગ્યા છે .જયલલિતાને જામીન મળવાના સંકેત.', થોડી જ વારમાં એવા પણ સમાચાર આવતા થઇ ગયા કે 'જયલલિતાને શરતી જામીન મળી ગયા.' બીજું શું જયલલિતાના સમર્થકોએ આ અફવાના પગલે આખા તમિલનાડુમાં ફટકડાઓ ફોડવાનું ચાલું કરી દીધું અને એક બીજાનું મીઠાઇઓ વહેચીને ઊજવણી પણ કરવા લાગ્યા પરંતુ હકિકતમાં કોર્ટે સુનાવણી કંઇક વિપરીત જ કરી હતી.

  કર્ણાટક હાઇકોર્ટે તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની જામીન અરજી ફગાવી દીધી હતી. આવક કરતા વધારે સંપતિના મામલામાં બેંગલુરુની કોર્ટે તેમને ચાર વર્ષની સજા સંભળાવી હતી, અને 100 કરોડનો દંડ પણ ફટકાર્યો હતો.

  લંચ બાદ શરૂ થયેલી કાર્યવાહીમાં જયાના વકીલ રામજેઠમલાણીએ જણાવ્યું કે સુધાકરણના લગ્નમાં થયેલો ખર્ચ હું સ્પષ્ટ કરવા માંગુ છું. લગ્નમાં ખર્ચ કરવામાં આવેલ કેટલોક ભાગ છોકરીવાળા તરફથી પણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામ દોષિઓએ પોતાની વાત રજૂ કરી. એસએસપી જી ભવાની સિંહે શરતી જામીન પર કોઇ પણ આપત્તિથી ઇનકાર કર્યો છે.

  ઉલ્લેખનીય છે કે કોર્ટની વેકેશન બેંચે જામીન અરજીને છ ઓક્ટોબર માટે સ્થગિત કરી દીધી હતી. ત્યારબાદ રામ જેઠમલાણીના નેતૃત્વમાં જયલલિતાના વકીલોએ મામલામાં ત્વરિત સુનાવણી માટે કોર્ટના રજિસ્ટ્રાર સાથે સંપર્ક કર્યો, ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ડીએચ વાઘેલાએ અરજીને પરવાનગી આપી દીધી.

  આ મામલો જ્યારે વેકેશન બેંચ પાસે આવ્યો તો જયલલિતા તરફથી વરિષ્ઠ વકિલ રામ જેઠમલાણીએ જણાવ્યું કે અપરાધ દંડ સંહિતાની ધારા 389 અનુસાર જો દોષી વ્યક્તિની કોઇ અપીલ પેંડીગ છે, તો અપીલી કોર્ટ સજા સસ્પેન્ડ કરવાનો આદેશ આપી શકે છે.

  પોતાની અરજીઓમાં તત્કાલ જામીન માંગતા અને પોતાની સજાને પડકારતા જયલતિતાએ જણાવ્યું હતું કે તેમની પર લાગેલ ખોટી રીતે સંપત્તિ ઊભી કરવાનો આરોપ ખોટા છે અને તેમણે કાયદા સંમત સાધનોથી સંપતિ મેળવી હતી. જયલલિતાએ એ પણ તર્ક આપ્યું કે નીચલી કોર્ટે ઘણા નિર્ણયોની અણદેખી કરી છે અને બાધ્યકારી પ્રકૃતિના ઘણા આયકર આદેશો અને આયકર અપીલ પ્રાધિકરણના નિર્ણય પર વિચાર નથી કર્યો, જેણે તેમના દ્વારા બતાવવામાં આવેલ આવક અને વ્યયના સ્તરનો સ્વીકાર કરી લીધો હતો.

  જયલલિતાને જામીન! ખોટા ન્યૂઝથી તમિલનાડુમાં ઉજવાઇ ગઇ દિવાળી

  જયલલિતાને જામીન! ખોટા ન્યૂઝથી તમિલનાડુમાં ઉજવાઇ ગઇ દિવાળી

  જુઓ સમગ્ર ઘટના તસવીરોમાં...

  જયલલિતાને જામીન મળ્યા

  'જયલલિતાને જામીન મળ્યા' એવા સાચાર ફરતા થયા અને તમિલનાડુમાં ઊજવણીનો માહોલ છવાઇ ગયો.

  જયલલિતાના સમર્થકોમાં ખુશીની લહેર

  જયલલિતાના સમર્થકોએ તેમના ઘર સામે ફટાકડા ફોડીને ઉજવણી શરૂ કરી દીધી.

  મીઠાઇઓ વહેંચાઇ

  જયલલિતાના સમર્થકોએ તેમના ઘરની બહાર એક બીજાને મીઠાઇઓ વહેંચી

  જયલલિતાને કોર્ટે ના આપી રાહત

  જયલલિતાને કોર્ટે ના આપી રાહત એવા સમાચાર મળતા જ સમર્થકોમાં શોકમાં ડૂબી ગયા.

  અમે સુપ્રીમ કોર્ટમાં જઇશુ

  જયલલિતાના વકિલે જણાવ્યું કે અમે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીશું.

  English summary
  'Jayalalithaa got bail' this fake news made Diwali in Tamilnadu.
 Karnataka HC rejects Jayalalithaa's bail plea.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more