For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી પર જેડીયૂનો પ્રહાર, 'કેટલાંક ડાઘ ધોવાઇ નથી શકતા'

|
Google Oneindia Gujarati News

narendra modi
નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટી તરફથી પીએમ પદના ઉમેદવાર બનાવવાની ચર્ચાઓની વચ્ચે વિરોધના સૂર આવી રહ્યા છે. એનડીએના સહયોગી દળ જેડીયૂએ એકવાર ફરી પીએમ ઉમેદવાર માટે ચોખ્ખી છબિવાળા નેતાની પસંદગી કરવાની વાત કહી છે.

જેડીયૂ સાંસદ સાબિર અલીએ નરેન્દ્ર મોદી પર અપરોક્ષરીતે નિશાનો સાધતા જણાવ્યું કે કેટલાક ડાઘાઓ ધોવાઇ નથી શકતા. પીએમ પદના ઉમેદવાર માટે સાફસુથરા ઉમેદવારની પસંદગી થવી જરૂરી છે. સાબિર અલીએ ગુજરાતના રમખાણોનો ઉલ્લેખ કર્યા વગર જણાવ્યું કે એક વર્ગ મોદીને ક્યારેય માફ કરી શકશે નહી.

તેમણે જણાવ્યું કે કેટલીક એવી વાતો હોય છે જે વ્યક્તિની જિંગગીની સાથે હંમેશા માટે જોડાઇ જાય છે. જેડીયૂ નેતા હરિકિશોર સિંહે પીએમ પદના ઉમેદવાર માટે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નામનો ઉલ્લેખ કર્યો છે.

આ પહેલા પણ નીતિશ કુમારે મોદીના નામને લઇને પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યા છે. નીતિશ કુમારે તો મોદીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે તો ગઠબંધન તૂટી જવાની ધમકી પણ આપી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બીજેપીમાં પીએમ પદની ઉમેદવારી માટે મોદીના નામને લઇને ઘમાસણ સર્જાઇ છે.

English summary
JDU blast again on modi said some blot do not wash.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X