ગોવામાં રનવે પરથી જેટ એરવેઝનું વિમાન લપસ્યુ, 161 યાત્રીઓ સવાર
ગોવાથી મુંબઇ જઇ રહેલ જેટ એરવેઝનું વિમાન રનવે પર લપસી ગયુ. જેના કારણે વિમાનમાં સવાર ઘણા યાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે...
આજે સવારે ગોવાથી મુંબઇ જઇ રહેલુ જેટ એરવેઝનું વિમાન રન વે પર થોડુ આગળ નીકળી જતા લપસી ગયુ હતુ. જેના કારણે વિમાનમાં સવાર 15 યાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે. તમને જણાવી દઇએ કે વિમાનમાં 161 યાત્રીઓ સવાર હતા. જો કે ક્રૂ મેમ્બરે ઘણી સમજદારીથી બધા યાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી દીધા હતા.

જેટ એરવેઝે જારી કર્યુ નિવેદન
આ વિશે જેટ એરવેઝે એક નિવેદન જારી કર્યુ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે ગોવાથી મુંબઇ માટે રવાના થઇ રહેલ જેટ એરવેઝનું વિમાન 9 ડબલ્યૂ 2374 ગોવાના ડેબોલિમ એરપોર્ટ પર લપસી ગયુ. જો કે બધા યાત્રીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવ્યા છે. કેટલાક લોકોને સામાન્ય ઇજા થઇ છે. બધાને મેડીકલ સુવિધા આપવામાં આવી છે. વિમાનમાં 154 યાત્રીઓ અને 7 ક્રૂ મેમ્બર સવાર હતા. દુર્ઘટનાને પગલે ગોવા એરપોર્ટ બપોરે 12.30 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યુ છે.












Click it and Unblock the Notifications
