For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jharkhand Election Result 2019 Live: ઝારખંડમાં મહાગઠબંધનની જીત, 27એ શપથ લેશે હેમંત સોરેન

Jharkhand Election Result 2019 Live: ઝારખંડમાં કોંગ્રેસ ગઠબંધનને સ્પષ્ટ બહુમત, 47 સીટો પર આગળ

|
Google Oneindia Gujarati News

પાંચ તબક્કામાં પૂર્ણ થયેલ ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે. અત્યાર સુધીના રુઝાનોમાં કોંગ્રેસ, જેએમએમ અને આરજેડીના ગઠબંધને બહુમતનો આંકડો પાર કરી દીધો છે. જેએમએમ રાજ્યની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. જેએમએમે આ ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે. વળી, ભાજપને આ ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે. સીએમ રઘુવર દાસ પણ જમશેદપુર સીટ પર પાછળ ચાલી રહ્યા છે. વાંચો, ઝારખંડ ચૂંટણી પરિણામનુ મહાકવરેજ...

jharkhand

CAA પર રામલીલા મેદાનમાં ગરજ્યા પીએમ મોદી, ભાષણની 8 મહત્વની વાતોCAA પર રામલીલા મેદાનમાં ગરજ્યા પીએમ મોદી, ભાષણની 8 મહત્વની વાતો

Newest First Oldest First
7:25 PM, 17 Jan

ઝારખંડની ચૂંટણી પરિણામો 2019: ઝારખંડમાં સત્તા માટે જેએમએમ-કોંગ્રેસ-આરજેડી ગઠબંધન

8:55 AM, 24 Dec

રાંચીમાં જેએમએમના પ્રમુખશિબૂ સોરેનના ઘરે બપોરે 12 વાગે થશે જેએમએમ ધારાસભ્ય દળની બેઠક. હેમંત સોરેનને સિરે પહેરાવાશે તાજ.
8:54 AM, 24 Dec

દિલ્લીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે હેમંત સોરેન. મંત્રીમંડળ વિશે થશે ચર્ચા.
8:54 AM, 24 Dec

આજે શિબૂ સોરેનના નિવાસ સ્થાને નવા ધારાસભ્યોની મહત્વની બેઠક, હેમંત સોરેનને ચૂંટવામાં આવશે ધારાસભ્ય દળના નેતા.
8:53 AM, 24 Dec

સોનિયા ગાંધીએ હેમંત સોરેનને આપી જીતની શુભકામના, કહ્યુ- ઝારખંડની જનતાએ ભાજપના વિભાજનકારી એજન્ડાને પરાજિત કર્યો.
8:52 AM, 24 Dec

શિબૂ સોરેનના નિવાસ સ્થાને મંગળવારે બેઠક, હેમંત સોરેનને ચૂંટવામાં આવશે ધારાસભ્ય દળના નેતા.
8:51 AM, 24 Dec

ઝારખંડમાં જેએમએમ ગઠબંધનને મળ્યો બહુમત, અત્યાર સુદી 45 સીટો જીતી ચૂક્યુ છે ગઠબંધન. ભાજપને અત્યાર સુધી 22 સીટો પર મળી ચૂકી છે જીત.
8:50 AM, 24 Dec

28 ડિસેમ્બરે શપથ લઈ શકે છે હેમંત સોરેન, કોંગ્રેસે ડેપ્યુટી સીએમ પદ માટે કર્યો દાવોઃ મીડિયા રિપોર્ટ્સ
8:49 AM, 24 Dec

ચૂંટણી પંચન રુજાનો અનુસાર કોંગ્રેસ-ઝામુમો-રાજદ ગઠબંધને 39 સીટો જીતી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ 18 સીટો જીતી.
8:49 AM, 24 Dec

ચૂંટણી પંચન રુજાનો અનુસાર કોંગ્રેસ-ઝામુમો-રાજદ ગઠબંધને 39 સીટો જીતી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ 18 સીટો જીતી.
9:02 PM, 23 Dec

રાજીનામા બાદ બોલ્યા રઘુવર દાસ - જનમત ભાજપના પક્ષમાં નથી રહ્યો પરંતુ જે પણ જનતાનો નિર્ણય છે તેનુ અમે સમ્માન કરીએ છીએ. મને આશા છે કે હેમંત સોરેન અને તેમની સરકાર લોકોના સપનાને પૂરા કરશે.
8:36 PM, 23 Dec

આજસૂ પ્રમુખ સુદેશ મહતો સિલ્લી સીટથી ચૂંટણી જીતી ગયા. મહતોએ ઝામુમો ઉમેદવાર સીમા દેવીને 20,195 મતોથી હરાવ્યા.
8:35 PM, 23 Dec

ઝારખંડના સીએમ રઘુવર દાસે પોતાનુ રાજીનામુ સોંપી દીધુ છે. રાજભવનમાં રાજ્યપાલ દ્રૌપદી મુરમુને તેમણે રાજીનામુ સોંપ્યુ છે.
8:33 PM, 23 Dec

ઝારખંડના સીએંમ રઘુવર દાસ રાજભવન રાંચી પહોંચી ચૂક્યા છે. જે રાજ્યપાલને રાજીનામુ સોંપી શકે છે.
7:59 PM, 23 Dec

81માંથી 33 સીટો પર ઈલેક્શન કમિશને પરિણામોનું એલાન કરી દીધુ છે. ઝામુમો 12, ભાજપ 11 કોંગ્રેસ 8,આજસૂ એક અને ભાકપા માલેએ એક સીટ જીતી છે.
7:58 PM, 23 Dec

ઝામુમોના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેન દુમકા અને બારહેટ બંને સીટોથી જીતી ગયા છે.
7:56 PM, 23 Dec

બાગડોર વિધાનસભા સીટથી ભાકપા માલેના વિનોદ કુમાર સિંહ જીતી ગયા છે. તેમણે ભાજપના નાગેન્દ્ર મહતોને 14,545 મતોથી હરાવ્યા.
7:03 PM, 23 Dec

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં જીત પર ઝામુમો-કોંગ્રેસ-રાજદ ગઠબંધનને અભિનંદન પાઠવ્યા છે.
6:40 PM, 23 Dec

ઈલેક્શન કમિશને 16 સીટો પર પરિણામો ઘોષત કરી દીધા છે. ઝામુમો 7, ભાજપ 5 અને કોંગ્રેસ 3 અને આજસૂને એક સીટ પર જીત મળી છે.
6:39 PM, 23 Dec

ઝામુમો-કોંગ્રેસ ગઠબંધન આઠ સીટો પર જીત મેળવી ચૂક્યુ છે. 38 પર તે આગળ છે.
6:38 PM, 23 Dec

ઝારખંડ વિધાનસભા અધ્યક્ષ, ભાજપ કેન્ડીડેટ દિનેશ ઉરાંવ સિસઈ સીટ પર ઝામુમોના જીગા સુસારન હોરોથી હારી ગયા છે.
6:24 PM, 23 Dec

ખૂંટીથી ભાજપના નીલકંઠ સિંહે ઝામુમોના સુશીલ પાહનને 26,327 મતોથી હરાવી દીધા છે.
6:23 PM, 23 Dec

ઝામુમોના હેમંત સોરેન દુમકાથી અને જગન્નાથ મહતો દુમરીથી ચૂંટી જીતી ગયા છે.
6:22 PM, 23 Dec

ચંદનક્યારી સીટથી ભાજપના અમરકુમાર જીતી ગયા છે. તેમણે આજસૂના ઉમાકાંતને 9211 મતોથી હરાવ્યા છે.
6:22 PM, 23 Dec

બેરમો સીટથી કોંગ્રેસના રાજેન્દ્ર સિંહ જીતી ગયા છે. તેમણે ભાજપના યોગેશ્વર મહેતાને 25,172 મતોથી હરાવ્યા.
6:21 PM, 23 Dec

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, પૂર્વ મંત્રી ઉપેન્દ્ર કુશવાહા, શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદી અને ઘણી બીજા નેતાઓએ હેમંત સોરેનને અભિનંદન પાઠવ્યા.
6:20 PM, 23 Dec

રાજદ ધારાસભ્ય તેજ પ્રતાપ યાદવે ઝારખંડમાં જીત પર ગઠબંધનને અભિનંદન પાઠવ્યા.
6:18 PM, 23 Dec

કોંગ્રેસ 3 સીટ જીતી ચૂકી છે અને 12 પર આગળ છે. આજસૂ એક સીટ જીતી ચૂકી છે.
6:17 PM, 23 Dec

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં હવે ભાજપ અને ઝામુમો બંને 25-25 સીટો પર આગળ છે. 3-3 સીટો પર બંને જીતી ચૂક્યા છે.
5:47 PM, 23 Dec

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં 43 મતો સાથે જેએમએમ ગઠબંધનને બહુમત, ભાજપ 28(2 પર જીત) સીટો પર આગળ.
READ MORE

English summary
Jharkhand Assembly Election Result 2019 Live upgate in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X