For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝારખંડઃ પરિણામ આવતા પહેલા જ રાંચીમાં લાગ્યા હેમંત સોરેન સરકારના પોસ્ટર

ચોંકાવનારી વાત તો એ છે કે પરિણામ આવતા પહેલા જ રાજધાની રાંચીમાં હેમંત સોરેન ‘સરકાર'ના પોસ્ટર લાગી ગયા છે.

|
Google Oneindia Gujarati News

ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2019ના પરિણામો સોમવારે જાહેર કરવામાં આવશે. રાજ્યમાં 81 વિધાનસભા સીટો માટે પાંચ તબક્કામાં મતદાન પૂર્ણ થયુ હતુ. આજે સવારે આઠ વાગ્યાથી કડક સુરક્ષા વચ્ચે 24 જિલ્લા કાર્યાલયોમાં મતગણતરી ચાલુ છે. પ્રારંભિક રૂઝાનમાં ભાજપ અને ઝારખંડ મુક્તિ મોરચા ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર દેખાઈ રહી છે. જો કે હજુ સુધી કોઈ પણ સીટના પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી.

hemant soren

પરંતુ ચોંકાવનારી વાત તો એ છે કે પરિણામ આવતા પહેલા જ રાજધાની રાંચીમાં હેમંત સોરેન 'સરકાર'ના પોસ્ટર લાગી ગયા છે. આ પોસ્ટરોમાં લખ્યુ છે, 'ઝારખંડ કી પુકાર હે ગઠબંધન કી સરકાર હે, હેમંત અબકી બાર હે' તમને જણાવી દઈએ કે હેમંત સોરેન જેએમએમ નેતા અને મહાગઠબંધનના મુખ્યમંત્રી ઉમેદવાર છે. આ પહેલા 20 ડિસેમ્બરે પાંચમાં આવે અંતિમ તબક્કાનુ મતદાન ખતમ થયા બાદ હેમંત સોરેને પોતાની જીતનો દાવો કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે મહાગઠબંધનની જીત થશે અને ભાજપને કારમી હાર મળશે.

હેમંત આ વખતે બે સીટો પરથી ચૂંટણી મેદાનમાં છે. તે દુમકા અને બરહેટ સીટથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે 2014ની વિધાનસભા ચૂંટણીમાં પણ આ બંને સીટો પર ચૂંટણી લડી હતી. એ વખતે તેમણે બરહેટ સીટથી જીત મળી હતી. વળી, દુમકા સીટથી તેમને ભાજપ માટે લુઈસ મરાંડીથી હાર મળી હતી. વર્તમાનમાં રાજ્યમાં ભાજપની સરકાર છે અને રઘુવર દાસ રાજ્યના મુખ્યમંત્રી છે. તે પહેલા એવા મુખ્યમંત્રી છે જેમણે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. વર્તમાન વિધાનસભામા ભાજપની પાસે 44 સીટો છે. બહુમતનો આંકડો મેળવવા માટે કોઈને પણ 41 સીટોની જરૂર છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં ઑલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન (આજસૂ) અને પૂર્વ મુખ્યમંત્રી અને જેવીએમ પ્રમુખ બાબુલાલ મરાંડી, કિંગ મેકરની ભૂમિકામાં ઉભરી શકી છે.

આ પણ વાંચોઃ દિલ્લી-એનસીઆરમાં વધી ઠંડી, ધૂમ્મસથી હાલ બેહાલ, અમુક સ્થળોએ શાળા-કોલેજો બંધઆ પણ વાંચોઃ દિલ્લી-એનસીઆરમાં વધી ઠંડી, ધૂમ્મસથી હાલ બેહાલ, અમુક સ્થળોએ શાળા-કોલેજો બંધ

English summary
Jharkhand assembly election result 2019: posters at ranchi in support of hemant soren before results.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X