For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jharkhand Result: બે સીટ પર ચૂંટણી લડી રહેલ હેમંત સોરેન સીએમ બનશે? કે સપનું અધુરું જ રહી જશે

Jharkhand Result: બે સીટ પર ચૂંટણી લડી રહેલ હેમંત સોરેન સત્તા પર વિરાજશે? કે સપનું અધુરું જ રહી જશે

|
Google Oneindia Gujarati News

રાંચીઃ ઝારખંડ પરિણામના ટ્રેન્ડ આવવા શરૂ થઈ ગયા છે. આદિવાસી બહુમતી વાળા રાજ્યમાં સત્તાનો તાજ કોના માથા પર સજશે, થોડી વારમાં જ ખબર પડી જશે. ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM)ના નેતૃકત્વમાં વિપક્ષી દળ એકજુટ થયા છે અને સત્તાધારી દળ ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે એડી-ચોટીનું જોર લગાવી ચૂંટણી મેદાનમાં ઉતર્યા. જેએમએમના મુખિયા શિબૂ સોરેનના ઉત્તરાધિકારી અને રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલા હેમંત સોરેન પર પણ સૌની નજર ટકેલી છે. તેઓ આ વખતે પણ બે સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.

hemant soren

હેમંત સોરેન દુમકા વિધાનસભા સીટની સાથોસાથ બરહેટથી પણ ચૂંટણી લડી રહ્યા છે. દુમકા સીટને જેએમએમનો ગઢ માનવામાં આવે છે પરંતુ વર્તમાનમાં આ સીટ પર ભાજપનો કબ્જો છે. લુઈસ મરાંડી અહીંથી ધારાસભ્ય છે. જેએમએમનો ગઢ કહેવાતી દુમકા વિધાનસભા સીટથી 2005ના ચૂંટણીમાં સ્ટીફન મરાંડીએ જીત હાંસલ કરાવી હતી. તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. 209માં જેએમએમે આ સીટ પર કબ્જો જમાવ્યો અને હેમંત સોરેન ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા. 2014ની વિધાનસભા ચૂંટણીમાં હેમંતને હારનો સામનો કરવો પડ્યો. ભાજપની લાઈસ મરાંડીએ તેમને પાંચ હજાર વોટોથી માત આપી હતી.

2014ની ચૂંટણીમાં પણ હેમંત સોરેન દુમકા અને બરહેટથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. દુમકાથી હાર્યા બાદ તેઓ બરહેટથી જીત હાંસલ કરી વિધાનસભા પહોંચ્યા અને નેતા પ્રતિપક્ષ બન્યાં. સોરેનને સાધવા માટે આ વખતે ચૂંટણીમાં પીએમ મોદીએ દુમકા અને બરહેટ બંને જગ્યાએ જનસભાનું આયોજન કર્યું હતું. સોરેને દાવો કર્યો કે આ વખતે રાજ્યમાં તેમના ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે.

જણાવી દઈએ કે ઝારખંડમાં 81 વિધાનસભા સીટ છે. બહુમતનો આંકડો 41નો છે. ચૂંટણી પરિણામના ટ્રેન્ડમાં હાલ જેએમએમ, કોંગ્રેસ અને આરજેડી ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. પાંચેય તબક્કામાં મતદાન બાદ મોટાભાગના એક્ઝિટ પોલમાં ગઠબંધન સરકાર બનાવવા તરફ ઈસારો કરી રહ્યા છે. એક સર્વે મુજબ મુખ્યમંત્રીના રૂપમાં હેમંત સોરેન રાજ્યની જનતાની પહેલી પસંદ છે. આ યાદીમાં બીજા નંબર પર હાલના સીએમ રઘુવર દાસ, ત્રીજા પર બાબુલાલ મરાંડી અને ચોથા નંબરે સુદેશ મહતો છે.

Jharkhand Election Result 2019: સવારે 10 વાગ્યા સુધીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કરJharkhand Election Result 2019: સવારે 10 વાગ્યા સુધીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર

English summary
Jharkhand Election result 2019: will hemant soren's dream come true or not?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X