For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝારખંડ ચૂંટણી પરિણામઃ ઝારખંડની આ સીટો પર સૌની નજર, શું કમલ ખીલશે?

ઝારખંડની કઈ સીટો મહત્વની છે અને કઈ સીટો પર સૌની નજર છે આવો જોઈએ.

|
Google Oneindia Gujarati News

ઝારખંડ વિધાનસભાની 81 સીટો પર પાંચ તબક્કામાં થયેલા ચૂંટણીના પરિણામો આજે આવવાના છે. 24 જિલ્લા મુખ્યાલયોમાં મત ગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ જશે. મતગણતરી મોટાભાગે ચતરામાં 28 રાઉન્ડ અને સૌથી ઓછા બે રાઉન્ડ ચંદનકિયારી અને તોરપા સીટો પર થશે. ઉલ્લેખનીયછે કે ઝારખંડમાં 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી પાંચ તબક્કામાં મતદાન થયુ હતુ. બધી સીટો માટે ઈવીએમમાં બંધ મતોની ગણતરી આજે થશે.

એક્ઝીટ પોલમાં ભાજપને ઝટકો

એક્ઝીટ પોલમાં ભાજપને ઝટકો

હાલમાં એક્ઝીટ પોલના પરિણામો તો ભાજપ માટે સારા સમાચાર લઈને નથી આવ્યા પરંતુ ભાજપને આશા છે કે એક્ઝીટ પોલ ખોટા સાબિત થશે. વળી, બીજી તરફ ઝારખંડ મુક્તિ મોરચાને આશા છે કે આ વખતે બાજી તેના હાથમાં આવવાની છે અને તે ગુરુજી એટલે કે શિબૂ સોરેનના દીકરા હેમંત સોરેનને મુખ્યમંત્રી બનાવવાની આશા રાખીને બેઠા છે.

આ સીટો પર સૌની નજર

આ સીટો પર સૌની નજર

આજે જે સીટો પર આખા દેશની નજર છે તે છે જમશેદપુર પૂર્વ સીટ જ્યાંથી મુખ્યમંત્રી રઘુવર દાસ વર્ષ 1995થી સતત જીતતા આવી રહ્યા છે. તેમની સામે પૂર્વ-કેબિનેટ સહયોગી સરયુ રાય મેદાનમાં છે. રાયે પાર્ટીમાંથી બગાવત કરીને રઘુવર દાસ સામે લડવાનો નિર્ણય કર્યો છે. અન્ય મહત્વપૂર્ણ સીટો છે દુમકા અને બરેટ. જ્યાંથી ઝારખંડ મુક્તિ મોરચા(ઝામુમો)ના કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ મુક્યમંત્રી હેમંત સોરેન ચૂંટણી લડી રહ્યા છે. દુમકામાં તે સમાજ કલ્યાણ મંત્રી લુઈસ મરાંડી સામે મેદાનમાં છે.

આ પણ વાંચોઃ ઝારખંડમાં અબકી બાર કિસકી સરકાર, એક નજર 2014ના ચૂંટણી પરિણામો પરઆ પણ વાંચોઃ ઝારખંડમાં અબકી બાર કિસકી સરકાર, એક નજર 2014ના ચૂંટણી પરિણામો પર

2014 વિધાનસભા ચૂંટણીમાં કોને કેટલી સીટો મળી

2014 વિધાનસભા ચૂંટણીમાં કોને કેટલી સીટો મળી

2014ની વિધાનસભા ચૂંટણાં ભાજપને 37 સીટો અને સહયોગી ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (આજસૂ)ને 5 સીટો મળી હતી જ્યારે ઝામુમોને 19, કોંગ્રેસને 6 અને બાબૂલાલ મરાંડીના નેતૃત્વવાળી પાર્ટી ઝારખંડ વિકાસ મોરચા એટલે જેવીએમને 8 સીટો મળી હતી. બાદમાં જેવીએમના 6 ધારાસભ્યોએ પાટલી બદલીને ભાજપને સમર્થન આપ્યુ હતુ. 2014 વિધાનસભામાં અન્યને પણ 6 સીટો પર સફળતા મળી હતી.

English summary
Jharkhand elections result 2019: counting today, here is the key seats which go to polls
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X