For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અહીંયા ઓફિસની અંદર હેલમેટ પહેરીને કરે છે ડ્યૂટી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

jharkhand-ld
જમશેદપુર, 30 જૂન: એક એવી ઓફિસ જ્યાં આવનાર અને જનાર બંને હેલમેટ પહેરીને આવે છે. કાર્યાલયની બહારની દિવાલ પર સૂચના લખવામાં આવી છે કે કાર્યાલયની અંદર કૃપિયા હેલમેટ પહેરીને પ્રવેશ કરે. આ સૂચના બાદ કોઇપણ હેલમેટ પહેર્યા વિના પ્રવેશ કરતું નથી. આશ્વર્ય પમાડતો આ કિસ્સો, જમશેદપુરમાં ગોલમુરી સ્થિત વિજ ઓફીસ સાથે સંકળાયેલો છે. કાર્યાલયની જર્જર છત પડવાની તૈયારીમાં છે. કર્મચારીનું કહેવું છે જીવ જોખમે તે કામ કરી રહ્યાં છે. કોઇપણ દિવસે મોટો અકસ્માત સર્જાઇ શકે છે.

જો કે, આકાશદીપ પ્લાજાની નજીક સ્થિત છોટા ગોવિંદપુર સહાયક એન્જિનિયરના કાર્યાલયમાં કાર્યરત બધા વિજળી કર્મી હેલ્મેટ પહેરીને કામ કરે છે. કાર્યાલયની છતથી લાકડાનો બીમ બિલ્કુલ તૂટી ચૂક્યો છે. વરસાદની સિઝનમાં છત પુરી રીતે ટપકે છે. બીમ કે બીમ પર લટકતા પંખા ગમે ત્યારે માથા પર પડી શકે છે, એટલા માટે સુરક્ષાની દ્રષ્ટિથી તે હેલમેટ પહેરીને ડ્યૂટી કરે છે. લગભગ 600 ગ્રાહકો દરરોજ અહીં વિજળીનું બિલ જમા કરાવવા આવે છે. કર્મચારીઓનું કહેવું છે કે જે ગ્રાહક પાસે હેલમેટ હોય છે, તેમને જ બિલ જમા કરવવા માટે ઓફિસમાં બોલાવવામાં આવે છે. અન્ય ગ્રાહકોને કાર્યાલયની બારીવાળા કાઉન્ટર પરથી જ બિલ જમા કરાવવાની સલાહ આપે છે.

કાર્યાલયની આવી સ્થિતી મે 2014થી છે. વિજળી વિભાગનું કહેવું છે કે આ કાર્યાલય લગભગ 15 વર્ષોથી ભાડાના મકાનમાં ચાલી રહ્યું છે. કાર્યાલમાં એસડીઓ આરઆર પ્રસાદ સહિત ત્રણ કર્મચારી કાર્યરત છે. કર્મચારીઓએ એસડીઓ આરઆર પ્રસાદે તેની ફરિયાદ પણ કરી છે, પરંતુ તેમને અત્યાર સુધી ફક્ત આશ્વાસન જ મળ્યું છે. કેસમાં એસડીઓ આરઆર પ્રસાદનું કહેવું છે કે મકાન માલિકને તેની જવાબદારી આપવામાં આવી. તેને સમારકામ કરાવવાનું આશ્વાસન આપ્યું છે. તેમનું કહેવું છે કે સમારકામ કરવામાં આવતાં વિભાગને તેને જાણકારી આપવામાં આવે છે. આમ તો અકસ્માતને કોણ ટાળી શકે.

English summary
In jamshedpur, every person is wearing helmets in office as the building is dangerous. This monsoon the building could fall any time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X