For Quick Alerts
For Daily Alerts
જમ્મુ-કાશ્મીર:CRPF ટીમ પર ગ્રેનેડ વડે હુમલો, 4 જવાન ઘાયલ
સોમવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકી હુમલામાં થયો હતો. આતંકીઓ દ્વારા સીઆરપીએફ પેટ્રોલિંગ પાર્ટી પર ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 4 જવાન ઘયાલ થયા છે. આ હુમલો કાઝીકુંડમાં સીઆરપીએફ પેટ્રોલિંગ પાર્ટી પર કરવામાં આવ્યો હતો.
આતંકીઓએ અનંતનાગના કાઝીકુંડમાં સીઆરપીએફ જવાનોની બસ પર હુમલો કર્યો હતો. ઘાયલ થયેલ ચારેય જવાનોનો હોસ્પિટલમાં ઇલાજ થઇ રહ્યો છે. હાલના દિવસોમાં સીઆરપીએફ ટીમ દ્વારા આતંકીઓ વિરુદ્ધ ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હુમલો કરનાર આતંકવાદીઓની તપાસ ચાલુ છે.