ઝારખંડઃ મુંડાએ આપ્યું રાજીનામુ, રાષ્ટ્રપતિ શાસનના અણસાર

soren
રાંચી, 8 જાન્યુઆરીઃ ઝારખંડમાં જેએમએમ દ્વારા સમર્થન પાછું ખેચવામાં આવતા ભાજપ સરકાર મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. મંગળવારે સવારે જેએમએમના શિબૂ સોરેને રાજ્યપાલને એક પત્ર આપ્યો હતો, જેમાં તેઓ સમર્થન પાછું લઇ રહ્યાં હોવાનું જણાવ્યું છે. બીજી તરફ ઝારખંડના મુખ્યમંત્રી મંગળવારે રાજ્યપાલને મળવાના છે અને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. ઝારખંડમાં રાષ્ટ્રપતિ શાસનના અણસાર જોવા મળી રહ્યાં છે.

મળતા અહેવાલ અનુસાર અર્જુન મુંડાએ વિધાનસભા ભંગ કરવા અનુરોધ કર્યો છે અને પુનઃ ચૂંટણી યોજવામાં આવે તેવી માંગ કરી છે. શિબૂ સોરન પાર્ટીના ધારાસભ્યો અને પુત્ર હિરેન સોરેન સાથે રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા હતા.

આ પહેલાં હેમંત સોરેને જણાવ્યું કે પાર્ટીએ મુંડા સરકારને આપેલું સમર્થન પાછું લેવાનો નિર્ણય કરી લીધો છે. તેમણે એ પણ જણાવ્યું કે જેએમએમ વિરોધી નિવેદન પર નિશિકાંત દૂબેએ માફી માંગવી જોઇએ. આ પહેલા શિબૂ સોરેને જણાવ્યું કે હવે વાતચીતના બધા રસ્તાઓ બંધ થઇ ચૂક્યા છે.

સોમવારે બપોરે શિબૂ સોરેન અને હેમંત સોરેન સાથે અર્જૂન મુંડાએ મુલાકાત પણ કરી હતી પરંતુ આ અંગે કોઇ સમજૂતિ ના થઇ શકી. જેએમએમના જણાવ્યા અનુસાર બીજેપીની સાથે ઝારખંડમાં 28-28 મહીને સરકાર ચલાવવાની સમજૂતિ થઇ હતી. તેમણે બીજેપી પર વચનથી હટવાનો આરોપ પણ લગાવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X