For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામના જુઠાણાનો થયો પર્દાફાશ, 14 દિવસની જેલ, શિલ્પીની પણ થશે ધરપકડ!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જોધપુર, 2 સપ્ટેમ્બર: કિશોરી સાથે બળાત્કારના આરોપોમાં ફસાયેલા આસારામ બાપુને કોર્ટે 14 દિવસ ન્યાયિક કસ્ટડીમાં ભોકલી દિધા છે. તે 15 સપ્ટેમ્બર સુધી જોધપુર જેલમાં રહેશે.

આ પહેલાં પોલીસે તેમના સેવક શિવાની પણ ધરપકડ કરી લીધી હતી. બંનેના નિવેદનો પરસ્પર મેળ ના ખાતા હોવાથી પોલીસે સેવકની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આ અંગે બંનેને સામસામે બેસાડીને પૂછપરછ કરી હતી. આ સેવક પર પીડિતાને ઝૂંપડી સુધી લાવવાનો આરોપ છે. બીજી તરફ પોલીસે આસારામને જોધપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આસારામ એક દિવસની કસ્ટડીમાં હતા. પોલીસે એક દિવસની વધુ કસ્ટડીમાં માંગ કરી હતી.

આ ઉપરાંત પોલીસની એક ટીમે આસારામને છિંદવાડા હોસ્ટેલની વોર્ડન શિલ્પીની ધરપકડ માટે રવાના થઇ ગઇ છે. શિલ્પી પર આરોપ છે કે તેને પીડિતાને ભૂત-પ્રેતની વાત કહીને તેને આસારામ બાપુને મળવા પર મજબૂર કરી હતી. આ વાતના ખુલાસા બાદ જોધપુર આવવાની મનાઇ કરી દિધી હતી.

ખોટા આરોપો

ખોટા આરોપો

આ પહેલાં થયેલા પોન્ટેસી ટેસ્ટમાં પણ આસારામનો ટેસ્ટ પોજિટિવ જોવા મળ્યો છે. પોલીસે આ બધા દાવાઓને નકારી કાઢ્યા છે જેમાં તે માનસિક અને અન્ય બિમારીઓથી પીડિત હોવાનું બતાવવામાં આવ્યું હતું. આ દરમિયાન આસારામના વકિલે હાઇકોર્ટમાં દાખલ એફઆરઆઇને રદ કરવાની વાત કહી હતી. બીજી તરફ તેમને જામીન અરજી પણ દાખલ કરવાની મનાઇ કરી હતી. આસારામનું કહેવું છે કે કિશોર છોકરીએ તેમના ખોટા આરોપો લગાવ્યા છે.

આસારામ ગુનો કરવામાં સક્ષમ

આસારામ ગુનો કરવામાં સક્ષમ

આ પહેલાં તે પોતાના મેડિકલ ટેસ્ટમાં પણ સંપૂર્ણ રીતે ફિટ જોવા મળ્યા હતા. પોલીસની તપાસમાં એ વાત સામે આવી છે કે જે આરોપો તેમના પર લગાવવામાં આવ્યા છે તેને અંજામ આપવામાં તે સંપૂર્ણ રીતે સક્ષમ છે, જ્યારે તેમને પોતે નપૂસંક હોવાની વાત કહી હતી તે ગુનો કરવામાં સક્ષમ નથી.

આસારામનો મેડિકલ ટેસ્ટ

આસારામનો મેડિકલ ટેસ્ટ

રવિવારે એક દિવસના રિમાંડ પર મોકલ્યા બાદ આસારામનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તે સંપૂર્ણ રીતે ફિટ જોવા મળ્યા હતા. પોલીસે આસારામના પુત્ર નારાયણ સાંઇ દ્વારા તેમને માનસિક રીતે બિમાર હોવાને વાતને પણ નકારી કાઢી છે. પોલીસના અનુસાર તપાસમાં આ પ્રકારની કોઇ બિમારી હોવાનું જાણવા મળ્યું નથી.

પોટેન્સી ટેસ્ટ પોજિટિવ

પોટેન્સી ટેસ્ટ પોજિટિવ

પોલીસે ગઇ કાલે આસારામના એક દિવસના રિમાંડ મળ્યા બાદ તેમને પૂછપરછ કરી હતી. પોટેન્સી ટેસ્ટ પોજિટિવ આવ્યા બાદ આસારામની મુશ્કેલી વધી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોન્ટેસી ટેસ્ટથી સાબિત થાય છે કે આસારામ પર યૌન શોષણના જે આરોપો લાગ્યા છે, તે ગુનાને અંજામ આપવામાં તે સક્ષમ છે.

મહત્વપૂર્ણ મેડિકલ પુરાવા

મહત્વપૂર્ણ મેડિકલ પુરાવા

પોલીસના અનુસાર ટેસ્ટ પોજિટિવ રિજલ્ટથી આ કેસમાં તેમને આસારામ વિરૂદ્ધ મહત્વપૂર્ણ મેડિકલ પુરાવા મળ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે કોર્ટ સમક્ષ રજૂ કરતી વખતે આસારામે આશ્રમમાં રોકાવવાની પરવાનગી માંગી હતી. જેને કોર્ટે નકારી કાઢી છે. કોર્ટે કહ્યું હતું કે જ્યાં પોલીસની મરજી હશે અને અનુકુળતા હશે ત્યાં જ તેમને રહેવું પડશે.

English summary
While hearing the case of sexual harassment, Jodhpur court has sent self-styled Godman Asaram Bapu in 14 days judicial custody.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X