
જોશ એપે સ્વતંત્રતા દિવસ અભિયાન સાથે બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકૉર્ડ
ભારતની શૉર્ટ વીડિયો એપ જોશે 9 સપ્ટેમ્બરે ભારતીય રાષ્ટ્રગીતને સલામી આપતા લોકોના સૌથી મોટા ઑનલાઈન વીડિયો સાથે એક નવો ગિનીસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. જોશ એપે ભારતીય સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ મનાવવા માટે 10થી 15 ઓગસ્ટ વચ્ચે એક અભિયાન ચલાવ્યુ હતુ. #SaluteIndia અભિયાનમાં ભાગ લેનાર લોકોએ જોશ એપ પર ઉપલબ્ધ ફિલ્ટરના માધ્યમથી ઓછામાં ઓછી 5 સેકન્ડનો વીડિયો બનાવીને ભેદભાવ, બાળ શ્રમ, ભ્રષ્ટાચાર, દહેજ જેવા સામાદિક મુદ્દાઓ પર એક સ્ટેન્ડ લેવાનુ હતુ.
જોશ એપની ઉર્જા, શક્તિ, જુનૂન અને દેશભક્તિને પ્રતિબિંબિત કરવાના અભિયાનમાં દેશભરમાંથી ક્રિએટરો શામેલ થયા. છ દિવસમાં લોકોએ કુલ 29,529 વીડિયો સબમિટ કર્યા. આ રીતે પર્યટન અને સંસ્કૃતિ વિભાગ, ઉત્તર પ્રદેશ સરકાર અને જિલ્લા પ્રશાસન, ગોરખપુર દ્વારા 4 ફેબ્રુઆરી, 2021ના રોજ મેળવવામાં આવેલ 23,529 વીડિયોના છેલ્લા રેકૉર્ડને તોડી દીધો.
રેકૉર્ડ બનાવવાની ખુશી વ્યક્ત કરીને જોશના ક્રિએટર અને કન્ટેન્ટ ઈકોસિસ્ટમના પ્રમુખ સુંદર વેંકટરામને કહ્યુ, 'અમે લોકોને સલામ કરવાના સૌથી મોટા ઑનલાઈન વીડિયોનો આ નવો રેકૉર્ડ બનાવીને સમ્માનિત અને પ્રસન્નતા અનુભવી રહ્યા છે. ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડથી પ્રમાણપત્ર મેળવવુ અમને ગ્રવ આપે છે કારણકે આ આપણા સમાજમાં હાજર કુરીતિઓ સામે પોતાનુ મંતવ્ય રાખવા માટે જનતા વચ્ચે જાગૃતિ પેદા કરવાની અમારી ક્ષમતા અને પ્રતિબદ્ધતાનુ પ્રમાણ છે. અમે પોતાના ક્રિએટરો, ઉપયોગકર્તાઓ અને બધા ભાગ લેનારાઓનો આભાર માનીએ છીએ જેમણે આપણી દ્રષ્ટિને વાસ્તવિકતામાં બદલવામાં એક ભૂમિકા નિભાવી છે.'

નીલ ફોસ્ટર, વીપી ઈઁમઈએ એપીએસી, ગિનીસ વર્લ્ડ રેકૉર્ડે કહ્યુ, 'અમને ભારતીય રાષ્ટ્રગાનને સલામ કરનાર, લોકોના સૌથી મોટા ઑનલાઈન વીડિયો માટે જોશ એપને ગિનીસ વર્લ્ડ રેકૉર્ડ ટાઈટલ ધારક તરીકે ઘોષિત કરતા ખુશી થઈ રહી છે. અમે એ દરેક વ્યક્તિને અભિનંદન આપવા માંગીએ છીએ જેમણે 29,529 વીડિયો બનાવવામાં મદદ કરી છે અને યોગદાન આપ્યુ છે અને સફળતાપૂર્વક રેકૉર્ડ તોડી દીધો છે. અમે ભારતમાં 75માં સ્વતંત્રતા દિવસ સમારંભ દરમિયાન આખા દેશના લોકોને ડિજિટલ રીતે એક કરનાર જોશ એપને સમ્માનિત કરવા માટે સમ્માનિત અનુભવીએ છીએ.'
સંસ્થાપક વીરેન્દ્ર ગુપ્તા અને સહ સંસ્થાપક ઉમંદ બેદીએ કહ્યુ, 'અમારુ મંચ ભારતમાં અને ભારત માટે જન્મ્યુ છે, જે ભારતીય નેટિઝન્સની નસને સચોટપણે સમજે છે. ત્રણ તત્વ જે અમે પોતાના પ્લેટફૉર્મથી સંચાલિત કરીએ છે, લોકો અને ઉદ્દેશ- આ ઉલ્લેખનીય ઉપલબ્ધિને મેળવવા માટે મદદ કરવા માટે લોકો એક સાથે આવ્યા. અમારુ ગર્વ અનુભવીએ છીએ. હજારો ભારતીયોને રાષ્ટ્ર માટે પોતાની દેશભક્તિ અને જુનૂનનુ પ્રદર્શન કરવા માટે એકજૂટ થતા જોવાનો અમને ગર્વ છે. અમને અમારા વૈશ્વિક સ્તરે અને સ્વદેશી રીતે વિકસિત એઆઈ/એમએલ સ્ટેક કે જે સુનિશ્ચિત કરે છે કે પ્લેટફૉર્મ દ્વારા માત્ર ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને પ્રામાણિક વીડિયો જ જાય. આજે આ આત્યાધુનિક ટેકનિકે પ્રક્રિયાને નિર્બાધ રીતે સંભવ બનાવવામાં મદદ કરી છે. અમારી ટીમ માટે સપનુ હવે એક મોટી ઉપલબ્ધિ છે અને અમને આમાં મદદ કરવા માટે પોતાના ઉપયોગકર્તાઓ અને રચનાકારોના આભારી છીએ.'