For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાઝિયાબાદમાં પત્રકારનુ મોત, દીકરીઓ સામે બદમાશોએ મારી હતી ગોળી

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ધોળે દિવસે પત્રકાર વિક્રમ જોશીને બદમાશોએ ગોળી મારી દીધી હતી.

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ધોળે દિવસે પત્રકાર વિક્રમ જોશીને બદમાશોએ ગોળી મારી દીધી હતી. દૈનિક વર્તમાનપત્રમાં કામ કરતા વિક્રમ જોશીને બદમાશોએ તેમની દીકરીઓ સામે ગોળી મારી દીધી હતી, ત્યારબાદ તેમને ગંભીર હાલતમાં યશોદા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં આજે તેમનુ મોત થઈ ગયુ. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂટેજમાં વિક્રમ જોશી પોતાની બે દીકરીઓ સાથે બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે બદમાશોએ તેમને ઘેરી લીધા અને મારપીટ બાદ ગોળી મારી દીધી. આ મામલે પોલિસે 9 આરોપીઓની ધરપકડ કરી છે.

આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ

આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ

તમને જણાવી દઈએ કે ગાઝિયાબાદના વિજયનગર પોલિસ સ્ટેશન વિસ્તારમાં સોમવારની મોડી સાંજે લગભગ 5થી 6 બદમાશોએ વિક્રમ જોશીને ઘેરી લીધા. ત્યારબાદ તેમની સાથે મારપીટ કરી. બાદમાં બદમાશોએ વિક્રમ જોશીને ગોળી મારી દીધી. ઘટનાને અંજામ આપ્યા બાદ ઘટના સ્થળેથી ભાગી ગયા. પિતાને ઘાયલ જોઈને દીકરીઓ મદદ માટે બૂમો પાડતી રહી. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. ઘટના બાદ પોલિસના મોટા અધિકારીઓ પણ યશોદા હોસ્પિટલ પહોંચ્યા અને ઘટના અંગે પરિવારજનો સાથે વાતચીત કરી. એસએસપી કલાનિધિ નૈથાનીએ જણાવ્યુ કે પરિવારજનો સાથે વાતચીત બાદ તેમને ઠોસ માહિતી મળી છે અને તેના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ભાણી પર અશ્લીલ ટિપ્પણી કરી હતી

ભાણી પર અશ્લીલ ટિપ્પણી કરી હતી

વિક્રમ જોશીના ભાઈ અનિકેત જોશીએ જણાવ્યુ કે ત્રણ દિવસ પહેલા આરોપી યુવકોએ તેમની ભાણી પર અશ્લીલ ટિપ્પણી કરી હતી જેના માટે મારપીટ પણ થઈ હતી. ભાણી સાથે થયેલી છેડતીની ઘટના બાબતે રિપોર્ટ વિજય નગર પોલિસ સ્ટેશનમાં નોંધાવવામાં આવ્યો હતો. ત્યારબાદથી ઉપરોક્ત ઘટનાક્રમમાં આરોપી યુવક સતત ધમકી આપી રહ્યા હતા.

નવ લોકોની ધરપકડ

નવ લોકોની ધરપકડ

કેસ થયાના 3 દિવસ બાદ સુધી તેમની સામે પોલિસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નહિ. આનુ પરિણામ હતુ કે તેમણે વિક્રમને ઘેરીને ગોળી મારી દીધી. પત્રકાર પર હુમલા બાદ એસએસપી કલાનિધિ નૈથાની વિજય નગર પોલિસ સ્ટેશનના પ્રભારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સાથે જ પોલિસ સ્ટેશન પ્રભારી સામે વિભાગીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એસએસપીએ જણાવ્યુ કે આ કેસમાં પોલિસે અત્યાર સુધી વધુ નવ લોકોની ધરપકડ કરી છે. આ પહેલા પોલિસે પાંચ લોકોને આ કેસમાં પકડ્યા હતા.

અમેરિકાના શિકાગોમાં ગોળીબાર, 11 લોકો ઘાયલઅમેરિકાના શિકાગોમાં ગોળીબાર, 11 લોકો ઘાયલ

English summary
Journalist Vikram Joshi passes away he was shot in front of his daughter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X