• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાજનીતિ સાથે જ નહિ વકાલત સાથે પણ હતો સુષ્મા સ્વરાજનો નાતો, જાણો રસપ્રદ વાતો

|

ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજનું આજે દુખદ અવસાન થયું છે. છાતીમાં દુખાવો ઉપડતાં તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. સુષ્મા સ્વરાજને હાર્ટ અટેક આવ્યો હતો. . સુષ્મા સ્વરાજ જેવા નેતાને ગુમાવવા માત્ર ભાજપ માટે જ નહિ પરંતુ આખા દેશ માટે દુખદ ક્ષણ છે. સુષ્મા સ્વરાજ ભારતીય જનતા પાર્ટીના ઉગ્ર અને આક્રમક નેતાઓમાંના એક હતાં. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ વકીલ સુષ્મા સ્વરાજ 26 મે, 201થી ભારતના વિદેશ પ્રધાન તરીકે સેવા આપી ચૂક્યાં છે. તેમને સંસદના સભ્ય તરીકે સાત વખત અને વિધાનસભાનના સભ્ય તરીકે ત્રણ વખત ચૂંટવામાં આવ્યાં હતાં. છેલ્લે તેઓ મધ્ય પ્રદેશના વિદિશાના સાંસદ તરીકે કાર્યરત હતાં. તેમણે 13 ઓક્ટોબર, 1998થી દિલ્હીના પાંચમાં મુખ્ય પ્રધાન તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. વાસ્તવમાં, તેઓ દિલ્હીની પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. તેઓ વિવિધ ક્ષેત્રોમાં ઘણા સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતાં. અહીં જાણો સુષ્મા સ્વરાજ વિશેની રસપ્રદ વતો..

સુષ્મા સ્વરાજનો જન્મ

સુષ્મા સ્વરાજનો જન્મ

સુષ્મા સ્વરાજનો જન્મ 14 ફેબ્રુઆરી 1953ના રોજ હરિયાણામાં થયો હતો. તેમના પિતા હરદેવ શર્મા અને માતા શ્રીમતિ લક્ષ્મી દેવી લાહોના ધરમપૂરથી આવીને હરિયાણામાં વસ્યાં હતાં. સુષ્મા સ્રાજે સનાતન ધરમ કોલેજમાંથી એજ્યુકેશન મેળવ્યું.

સુપ્રીમ કોર્ટના વકાલતની પ્રેક્ટિસ કરી

સુપ્રીમ કોર્ટના વકાલતની પ્રેક્ટિસ કરી

1970માં સુષ્મા સ્વરાજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી પોતાના પોલિટિકલ કરિયરની શરૂઆત કરી. 1973માં સુષ્મા સ્વરાજે સુપ્રીમ કોર્ટના વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી. બાદમાં તેઓ જયપ્રકાશ નારાયણની ટાટા રિવોલ્યુશન મુવમેન્ટમાં જોડાયાં. દેશમાં લદાયેલ આર્થિક કટોકટી બાદ સુષ્મા સ્વરાજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાં. એક એક પગથિયું ચડતાં ચડતાં તેઓ ભાજપના લોકપ્રિય રાષ્ટ્રીય નેતા બની ગયાં.

પ્રેમ લગ્ન કર્યાં

પ્રેમ લગ્ન કર્યાં

જણઆવી દઈએ કે તેજ-આક્રમક અને લોકપ્રિય નેતાઓમાં સામેલ સુષ્મા સ્વરાજ અને સ્વરાજ કૌશલના પ્રેમ લગ્ન થયાં હતાં, અને બંનેની પ્રેમ કહાની કોલેજના દિવસોમાં શરૂ થઈ હતી, બંનેની સોચ, વિચાર અને સિદ્ધાંતોમાં ઘણો તફાવત હતો પરંતુ કહેવાય છેને કે અપોઝિટ નેચર વાળા લોકોમાં જ આકર્ષણ પેદા થાય છે, આવું જ થયું સુષ્મા સ્વરાજ અને સ્વરાજ કૌશલની સાથે, બંનેની મુલાકાત પંજાબ યૂનિવર્સિટીના ચંદીગઢના લૉ ડિપાર્ટમેન્ટમાં થઈ હતી.

સુષ્મા-સ્વરાજનો સંબંધ લોકો માટે મિસાલ સલમાન

સુષ્મા-સ્વરાજનો સંબંધ લોકો માટે મિસાલ સલમાન

સુષ્મા હિન્દીના તો સ્વરાજ ઈંગ્લિશના મહારથી હતા પરંતુ બંનેની જુગલબંધી થઈ ગઈ અને આજે આ રિલેશન બંને માટે મિસાલ છે. બંનેએ 13 જુલાઈ 1975ના રોજ લગ્ન કર્યાં હતાં, પ્રેમ લગ્ન માટે તેમણે પણ ઘટા પાપડ પેલવા પડ્ય હતા કેમ કે આ એવો સમય હતો જ્યારે હરિયાણાની કોઈ છોકરી માટે પ્રેમ લગ્ન માટે વિચારવું જ મોટી વાત હતી. પરંતુ માત્ર 25 વર્ષી ઉંમરમાં કેબિનેટ મંત્રી બનનાર સુષ્માએ આ સાહસ કર્યું અને સાથે મિસાલ પણ બન્યાં, તેમને બંનેને બાંસુરી નામની એક દીકરી પણ છે. ઉલ્લેખનીય છે કે ઈન્દિરા ગાંધી બાદ સુષ્મા સ્વરાજ બીજાં એવી મહિલા હતાં જેમણે વિદેશ મંત્રીનો પદભાર સંભાળ્યો હતો. ગત 4 દશકમાં તેઓ 11 ચૂંટણી લડ્યાં જેમાંથી ત્રણ વખત વિધાનસભાની ચૂંટણી લડ્યાં અને જીત્યાં પણ ખરાં. સુ,્મા સ્વરાજ સાત વખત સાંસદ રહી ચૂક્યાં છે.

Breaking: હાર્ટ અટેક આવતાં સુષ્મા સ્વરાજનું દુખદ નિધન

English summary
journey of sushma swaraj from law student to foreign minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X