જુહુ રેવ પાર્ટી : ક્રિકેટર રાહુલ શર્મા પર આરોપો ઘડાયા

આ ચાર્જશીટમાં સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર વેન પાર્નેલને આ કેસમાં ફરાર આરોપી તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. આ ક્રિકેટરો 20 મે, 2012ના રોજ જુહુની ઓકવૂડ હોટેલમાં યોજાયેલી પાર્ટીમાં હાજર રહ્યા હતા. તેમણે પ્રતિબંધિત દ્રવ્ય કેનાબીસનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે.
આ હોટેલ પર પોલીસે દરોડો પાડ્યા બાદ રાહુલ ઉપરાંત બોલીવૂડ કલાકાર દંપતી, અપૂર્વ અગ્નિહોત્રી અને શિલ્પા અગ્નિહોત્રીને પોલીસે અટકમાં લીધાં હતા. પોલીસે પૂછપરછ માટે 86 જણને અટકમાં લીધા હતા. પોલીસે આ તમામની સામે 1200 પાનાંની ચાર્જશીટ નોંધાવી છે. આ આરોપીઓમાં કેટલાક વિદેશી નાગરિકો પણ છે અને તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ વિદેશીઓ તેમનું તબીબી પરીક્ષણ થઈ ગયા બાદ ભારતમાંથી જતા રહ્યા હતા.
ચાર્જશીટમાં હોટેલના ડિરેક્ટર વિશાલ હાન્ડા, ડીજે દિપે શર્મા અને રાકેશ શર્મા અને અગ્નિહોત્રી દંપતીનું પણ નામ છે. હવે સ્પેશિયલ કોર્ટ ચાર્જશીટને વાંચ્યા બાદ આરોપીઓ માટે સમન્સ બહાર પાડશે એમ માનવામાં આવે છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત







Click it and Unblock the Notifications
