• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાત અને ભારતના લેટેસ્ટ સમાચાર સંક્ષિપ્તમાં, વાંચો અહીં

|

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

અમદાવાદમાં મોડી રાત્રે થયો અકસ્માત,ધડથી અલગ થયું માથું

અમદાવાદમાં મોડી રાત્રે થયો અકસ્માત,ધડથી અલગ થયું માથું

અમદાવાદમાં ગત મોડી રાતે એક કરૂણ ઘટનામાં સાઇકલ સવાર હરભોળાનાથ પાર્ક પાસેના હાઇવેથી પસાર થઇ રહ્યો હતો. તે સમયે પાછળથી આવતી નિરમા કંપનીની સ્ટાફ બસે તેને અડફેટે લીધો હતો. બસના ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવતા બસ થાંભલા સાથે ભટકાઇ હતી જેથી થાંભલો સાયકલ ચાલક પર પડ્યો હતો. આ બનાવમાં સાયકલ ચાલકનું માથુ ધડથી અલગ થઇ ગયું હતું. અકસ્માત બાદ બસનો ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. ત્યારે પોલિસ આ અંગે તપાસ કરી રહી છે.

અમદાવાદમાં મંગળવારે કેટલાક વિસ્તારોમાં થયેલા ઝાંપટાથી રાહત

અમદાવાદમાં મંગળવારે કેટલાક વિસ્તારોમાં થયેલા ઝાંપટાથી રાહત

અમદાવાદમાં વારંવાર વરસાદ હાથતાળી આપી જાય છે ત્યારે ગત મોડી સાંજે ઠંડો પવન ફૂંકાયા બાદ સેટેલાઈટ, નારણપુરા, ચાંદલોડિયા, ચાંદખેડા, રિલીફ રોડ અને ગોતા તેમજ ગોતા હાઇવેની આસપાસનાં વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ડિપ્રેશનની અસરોને કારણે અમદાવાદ જોકે અમદાવાદમાં વારવાર ધોધમાર વરસાદ પડવાની આશા ઠગારી નીવડી રહી છે .

કુકર્મી જયેશને પડ્યા જાહેરમાં જૂતા

કુકર્મી જયેશને પડ્યા જાહેરમાં જૂતા

મંગળવારે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દુષ્કર્મકાંડનાં આરોપી જયેશ પટેલનાં કેટલાક ટેસ્ટ કરાયા હતા. ત્યારબાદ પોલીસ જયેશ પટેલને એનપીટી ટેસ્ટ માટે બપોરે સિવિલ હોસ્પિટલનાં નવા ટ્રોમા સેન્ટરમાં લાવી હતી.જો કે ત્યાં આ ટેસ્ટ માટેનું મશીન ન હોવાથી અમદાવાદ સિવિલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં યુરોલોજી વિભાગમાં ઇન્જેક્શન આપીને ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. એનપીટીની એવજીમાં સિવિલના યુરોલોજી વિભાગમાં પાપાવરીન નામનું ઈન્જેકશન આપી ટેસ્ટ કર્યું હતું. જે તેની સેક્સ કરવાની ક્ષમતાની તપાસ માટે કરવામાં આવ્યું હતું. જેમાં જયેશ પટેલ રિપોર્ટ 60 ટકા પોઝિટિવ હતો. ટેસ્ટ બાદ જયેશને જ્યારે પોલીસ વાનમાં બેસાડવા બહાર લાવવામાં આવ્યો ત્યારે ત્યા હાજર લોકો તેના કુકર્મ માટે કરીને તેને જૂતા માર્ય હતા.

સ્પાની આડમાં ચાલતું કૂટણખાનુ ઝડપાયું

સ્પાની આડમાં ચાલતું કૂટણખાનુ ઝડપાયું

ગુજરાતમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાની સંખ્યા વધી છે બે દિવસ પહેલા વાપીમાંથી તો ગત રોડ અમદાવાદ તથા વડોદરામાં સ્પાની આડમાંથી ચાલતા કૂટણખાના પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. મણિનગરમાં ચાલતા આવા જ દેહવેપારની જાણ મહિલા ફ્રાઇમ બ્રાંચને થતા પોલીસે છટકું ગોઠવી મણિનગર વિસ્તારમાં આવેલા સ્વસ્તિક કોમ્પ્લેક્ષમાં રેડ કરી ત્યારે મુંબઇની એક યુવતી સ્પાની આડમાં દેહવ્યાપાર કરતી પકડી હતી. આ મહિલા રોજ ધંધોનો હિસાબ વોટ્સએપથી જ મુંબઇ મોકલતી હતી. 10,000ના પગાર પર રાખેલી આ સંચાલિકા ધંધાના 50 ટકા યુવતીઓને અપતી હતી. પોલિસ હાલ તેમાં 2 લોકોની અટક કરી છે.

પગાર માંગ્યો તો માથાના વાળ મૂંડી નાખ્યા

પગાર માંગ્યો તો માથાના વાળ મૂંડી નાખ્યા

પગાર માંગવાના મુદે મગજ ઉપરનો કાબુ ગુમાવી બેઠેલો વેપારી માર મારીને પાંચેય મજુરોને દુકાનની અંદર પુરી દુકાનમાં પડેલી કાતર અને અસ્ત્રા તેમના માથાના અને ભ્રમરના વાળ કાપી નાખ્યા હતા.ધનસુરા ગામે આવેલ શાકભાજીના હોલસેલ વેપારી તરૂણભાઇ ખટીકની દુકાન ઉપર કામ કરતા આ પાંચ મજૂરો છેલ્લા ત્રણ માસનો પગાર બાકી હોઇ મંગળવારના રોજ વેપારી પાસે પગારની માંગણી કરી હતી. જ્યાં ઉશ્કેરાયેલા વેપારીએ મજુરો પર કાઉન્ટરમાંથી રોકડ ચોરતા હોવાનો આરોપ મૂકી મજુરોને લાકડી વડે માર મારવાનો શરૂ કરી દીધો હતો. આ ઘટનાને પગલે લોકોના ટોળાં જમા થઈ ગયા હતા

સુરત નજીક અહિંસા એક્સપ્રેસ ઉથલાવી મારવાનું ષડયંત્ર

સુરત નજીક અહિંસા એક્સપ્રેસ ઉથલાવી મારવાનું ષડયંત્ર

અમદાવાદથી પુના જતી અહિંસા એક્સપ્રેસને સુરત નજીક ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે ગઇકાલે રાત્રે ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વિગત સામે આવી રહી છે . પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે કોઈક અસામાજિક તત્વો એ રેલવે ફાટકનો જ એક નાનો ટુકડો રેલ્વે ફાટકની વચ્ચોવચ મૂકી દીધો હતો. જોકે ટ્રેન 100 ની સ્પીડથી પસાર થતી હોઇ કંઇક અજુગતું થયાની જાણ થતા અહિંસા એક્સપ્રેસના એન્જિન ડ્રાયવર સ્પીડ ઓછી કરી દીધી હતી. સમયસૂચકતા વાપરી ટ્રેનની ગતિ ધીમી કર્યા બાદ તેને ભેસ્તાન રેલ્વે સ્ટેશન લઇ જવામાં આવી હતી. જોકે ઘટનાની જાણ થતા જ આરપીએફના જવાનો ઘટના સ્થલે જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. મોટી દુર્ઘટના ટળી હોવાથી રેલ્વે સહતિ સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

કેજરીવાલનો ગુજરાત પ્રવાસ રદ

કેજરીવાલનો ગુજરાત પ્રવાસ રદ

આમ આદમી પાર્ટીને પ્રથમ ગ્રાસે મક્ષિકાનો અનુભવ થયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલનો આગામી મહિનાનો ગુજરાત પ્રવાસ રદ થયાનું સામે આવી રહ્યું છે. આગામી વર્ષે થનાર ગુજરાત વિધાનસભામાં ભાજપને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી ચૂંટણીમાં ઝંપલાવનાર છે. જે માટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ આગામી 8-9 જુલાઇના રોજ ગુજરાતના પ્રવાસે આવનાર હતા. તેઓ સોમનાથ ખાતેથી ચૂંટણી પ્રચારનો આરંભ કરશે તેવા અહેવાલ હતા. જોકે હાલ ચર્ચા છે કે રાજકીય દબાણને પગલે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.

આગામી 24 કલાકમાં દરિયાકાંઠાના પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી

આગામી 24 કલાકમાં દરિયાકાંઠાના પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર આગામી 24 કલાકમાં ભારે દબાણમાં પરિવર્તીત થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ભારે દબાણને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. અન્ય દરિયા કાંઠાના વિસ્તારોની જેમ પોરબંદરમાં પણ સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે બંદરમાં 3 નંબરનુ સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. તો માછીમારોને પણ આગામી સૂચન ન મળે ત્યા સુધી દરિયો ન ખેડવા સુચન કરવામાં આવ્યુ છે.

આવ રે વરસાદ...ગુજરાતમાં વરસાદના આંકડા

આવ રે વરસાદ...ગુજરાતમાં વરસાદના આંકડા

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 29 જિલ્લાના 88 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ વડોદરામાં 76 મીમી નોંધાયો છે. વલસાડ, બોટાદ, ભાવનગર, દાહોદ,પંચમહાલ, વડોદરા, કચ્છ, રાજકોટ,મોરબી, જામનગર, અમરેલીમાં વરસાદ પડ્યો છે.ઉમરગામમાં 65 મીમી, સાવરકુંડલામાં 38 મીમી,રાજુલામાં 27 મીમી, ધ્રોલમાં 42 મીમી, માળિયા-મિયાણામાં 45 મીમી,ટંકારામાં 69 મીમી વરસાદ નોંધાયો હતો.

English summary
Read latest update on national and regional news. Save your time and remain updated with news through this bullet news segment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more