For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MPમાં મોટી ઉલટફેરઃ પડી શકે છે કમલનાથની સરકાર, PM મોદીને મળ્યા સિંધિયા

મધ્ય પ્રદેશની સરકારમાં ઉથલપાથલ મચાવી રહેલા જ્યોરાદિત્ય સિંધિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને દિલ્લીમાં મળી ચૂક્યા છે.

|
Google Oneindia Gujarati News

મધ્ય પ્રદેશની સરકારમાં ઉથલપાથલ મચાવી રહેલા જ્યોરાદિત્ય સિંધિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહને દિલ્લીમાં મળી ચૂક્યા છે. સૂત્રો મુજબ નક્કી થઈ ગયુ છે કે સિંધિયાને ભાજપ કોટામાંથી રાજ્યસભામાં મોકલવામાં આવશે. જણાવવામાં આવી રહ્યુ છે કે સિંધિયા પીએમ હાઉસ એકલા જ ગયા હતા. પીએમ મોદી સાથે મુલાકાત કર્યા બાદ તે દિલ્લી સ્થિત પોતાના ઘરે ગયા. કહેવામાં આવી રહ્યુ છે કે મીડિયાથી બચવા માટે સિંધિયાએ ગાડી પણ બદલી. ત્યારબાદ ગુપ્ત રીતે તેમણે પીએમ સાથે મુલાકાત કરી.

jyotiraditya scandia

પીએમને મળતા પહેલા સિંધિયાએ રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચિન પાયલટને પણ મળ્યા હતા. તેમના નિવાસ પર તે ખુદ ગાડી ચલાવીને ગયા હતા. ભાજપમાં શામેલ થઈ શકે છે. સૂત્રો મુજબ સિંધિયાને ભારતીય જનતા પાર્ટી રાજ્યસભા મોકલશે અને ત્યારબાદમોદી મંત્રીમંડલના વિસ્તારમાં તેમણે કેબનિનેટ મંત્રી પણ બનાવવામાં આવી શકે છે. આ સાથે જ કર્ણાટક પહોંચેલા કોંગ્રેસ ધારાસભ્ય મંગળવારે વિધાનસભાની સભ્યતાથી રાજીનામુ આપી શકે છે. ત્યારબાદ ભાજપ મધ્ય પ્રદેશમાં શિવરાજને નેતૃત્વમાં જલ્દી ભાજપ સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે.

જણાવવામાં આવી રહ્યુ છે કે સિંધિયા છેલ્લા 8 મહિનાથી ભાજપ નેતાઓના સંપર્કમાં છે. આ દરમિયાન સિંધિયા મંગળવારે ગ્વાલિયર પહોંચી રહ્યા છે. આજે જ્યોતિરાદિત્ય સિંધિયાના પિતા માધવરાવ સિંધિયાની જયંતિ છે. ગયા સોમવારે કોંગ્રેસના તમામ મોટા નેતાઓએ જ્યોતિરાદિત્ય સાથે વાતકરવાની કોશિશ કરી પરંતુ તે નિષ્ફળ રહ્યા. અહીં સુધી કે જ્યોતિરાદિત્યને મનાવવા માટે સોનિયા ગાંધીએ બે નેતાઓને મોકલ્યા પરંતુ જ્યોતિરાદિત્યએ કોઈની સાથે વાત કરી નહિ. સોનિયા ગાંધી પહેલા કમલનાથે પણ જ્યોતિરાદિત્ય સાથે વાત કરવાની કોશિશ કરી હતી પરંતુ તે પણ સંપર્ક કરી શક્યા નહિ. આ દરમિયાન દિગ્વિજય સિંહે નિવેદન આપ્યુ કે જ્યોતિરાદિત્યને સ્વાઈન ફ્લુ થઈ ગયો છે જેના કારણે તે કોઈની સાથે વાત નથી કરી રહ્યા.

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશ સંકટઃ સરકાર બચાવવામાં લાગી કોંગ્રેસ, સિંધિયાને મનાવવા મોકલ્યા આ 3 પ્રસ્તાવઆ પણ વાંચોઃ મધ્યપ્રદેશ સંકટઃ સરકાર બચાવવામાં લાગી કોંગ્રેસ, સિંધિયાને મનાવવા મોકલ્યા આ 3 પ્રસ્તાવ

English summary
jyotiraditya scindia meets pm modi and amit shah in delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X