For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાઈમ મેગેઝીને મોદીને ડિવાઈડર ઈન ચીફ ગણાવ્યા તો ભડક્યા કબીર બેદી

ટાઈમ મેગેઝીનમાં મોદીને ડિવાઈડર ઈન ચીફ ગણાવનાર લેખક આતિશ તાસીરની મા જાણીતા લેખિકા તવલીન સિંહ છે. આતિશા લેખ પર અભિનેતા કબીર બેદીએ સવાલ ઉઠાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી દરમિયાન જે રીતે અમેરિકાની જાણીતી મેગેઝીન ટાઈમ મેગેઝીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડિવાઈડર ઈન ચીફ ગણાવી દીધા છે તે બાદ આ લેખને લખનાર લેખક પર સતત સવાલ ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો મોટી સંખ્યામાં ટાઈમ મેગેઝીનના આ લેખની ટીકા કરી રહ્યા છે. એક મોટો ભાગ એવો પણ છે જે આ લેખકને પાકિસ્તાની ગણાવી રહ્યો છે પરંતુ હવે આ લેખને લખનાર પત્રકાર આતિશ તાસીરની મા તવલીન સિંહ પોતે સામે આવી છે.

pm modi-kabir bedi

કબીર ખાને ગણાવ્યો પાકિસ્તાની

વાસ્તવમાં ટાઈમ મેગેઝીનમાં મોદીને ડિવાઈડર ઈન ચીફ ગણાવનાર લેખક આતિશ તાસીરની મા જાણીતા લેખિકા તવલીન સિંહ છે. આતિશના લેખ પર અભિનેતા કબીર બેદીએ સવાલ ઉઠાવ્યા છે. કબીર બેદીએ ટ્વીટ કરીને આતિશના લેખ પર સવાલ ઉઠાવ્યો. તેમણે લખ્યુ કે દુનિયાની સૌથી પ્રખ્યાત મેગેઝીન પાકિસ્તાની લેખકની જેમ ભેદભાવવાળો લેખ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે કેવી રીતે પ્રકાશિત કરી શકે છે, એ પણ એવા સમયમાં જ્યારે ભારતમાં ચૂંટણી ચાલી રહી છે.

કબીર બેદીને તવલીન સિંહે આપ્યો જવાબ

કબીર બેદીના આ ટ્વીટ પર તવલીન સિંહે સફાઈ આપી છે અને પોતાના પુત્રનો બચાવ કર્યો છે. તવલીન સિંહે લખ્યુ છે કે કબીર આ વાતથી સંમત નથી પરંતુ તમને ખબર છે કે આતિશ તાસીર પાકિસ્તાની નથી. તમને જણાવી દઈએ કે ટાઈમ મેગેઝીનના એશિયા એડિશને લોકસભા ચૂંટણી 2019 અને છેલ્લા પાંચ વર્ષોમાં નરેન્દ્ર મોદી સરકારના કામકાજ પર લીડ સ્ટોરી કરી છે. પ્રધાનમંત્રીના કામકાજ પર સખત ટીકાત્મક ટિપ્પણી કરીને પત્રિકાએ નહેરુના સમાજવાદ અને ભારતની વર્તમાન સામાજિક પરિસ્થિતિની તુલના કરી છે. આ લેખમાં કહેવામાં આવ્યુ છે કે નરેન્દ્ર મોદીએ હિંદુ અને મુસલમાનો વચ્ચે ભાઈચારાની ભાવના વધારવા માટે કોઈ ઈચ્છા નથી દર્શાવી.

કોણ છે આતિશ તાસીર

તમને જણાવી દઈએ કે આ લેખને આતિશ તાસીરે લખ્યો છે કે જે ભારતીય પત્રકાર તવલીન સિંહ અને પાકિસ્તાની નેતા અને બિઝનેસમેન સલમાન તાસીરના પુત્ર છે. તેમનો જન્મ 1980માં બ્રિટનમાં થયો હતો. ઘણા લોકોએ આ લેખને આમ પણ ધ્યાનમાં લેવો જરૂરી નથી સમજ્યો કારણકે આને એક પાકિસ્તાની નેતાના પુત્રએ લખ્યુ છે પરંતુ આ વાતના જવાબમાં લોકોએ એ પણ કહ્યુ કે આતિશની મા તવલીન સિંહ ભાજપની ઘોર સમર્થક છે. જો કે આતિશ પોતાના માતા પિતાની ઓળખથી અલગ એક ઓળખ બનાવી ચૂક્યા છે. તેમનુ પહેલુ પુસ્તક સ્ટ્રેંજર ટુ હિસ્ટ્રીને 14થી વધુ ભાષાઓં ટ્રાન્સલેટ કરવામાં આવ્યુ છે અને તેને મુસ્લિમ સમાજને સમજવા માટે એક સરસ માર્ગ માનવામાં આવે છે. આ ઉપરાંત તેના ઉપન્યાસ ટેંપલ ગોઅર્સને 2010ના કોસ્ટા ફર્સ્ટ નૉવલ એવોર્ડ માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યુ છે. તેમણે વર્ષ 2008માં મંટોની વાર્તાઓને પણ ટ્રાન્સલેટ કરી હતી. વર્ષ 2011માં પોતાના પિતાની હત્યા થવા પર તેમણે પાકિસ્તાનની સ્થિતિ પર પણ એક લેખ લખ્યો હતો.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2019: રાબડી દેવીના ગામમાં લાલૂથી કેમ નારાજ છે લોકો?આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2019: રાબડી દેવીના ગામમાં લાલૂથી કેમ નારાજ છે લોકો?

English summary
Kabir Bedi hits on Time magazine article India's Divider in chief Tavleen singh hits back.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X