For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાન વસ્તુઓની શરૂઆત સાધારણ રીતે થાય છે: કમલ હસન

જાણીતા એક્ટર કમલ હસન આજે તેની રાજકીય પાર્ટીની જાહેરાત કરશે. ચોક્કસથી આ ખબર તમિલનાડુના રાજકારણ માટે મોટા સમાચાર છે. સાથે જ અરવિંદ કેજરીવાલ પણ ત્યાં આ પ્રસંગે ત્યાં હાજર રહેશે.

|
Google Oneindia Gujarati News

તમિલ સિનેમાના જાણીકા કલાકાર કમલ હસન આજે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરવાના છે. અને આજ કારણ છે કે આજે તે ચર્ચામાં છે. કમલે અનેક સભાઓ સંબોધિત કરવાની સાથે જ મદુરૈમાં પાર્ટીના ઝંડાનું અનાવરણ પણ કર્યું છે. તે પછી બપોરે તે હરામનાથપુરમમાં પોતાની પહેલી જનસભાને સંબોધિત કરશે. કમલ હસનની પાર્ટીના ઔપચારિક ગઠનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ જોડાશે. હસનના નજીકના સભ્યોનું કહેવું છે કે કેજરીવાલની પણ સભામાં બે શબ્દો બોલશે. ઉલ્લેખનીય છે હાલ થોડા સમયથી કમલ હસન 2019ની ચૂંટણી પહેલા પોતાની પાર્ટી લઇને આવશે તે ચર્ચા જોર પર હતી. તે પછી કમલ હસને પણ આ વાતને સ્વીકારી હતી. અને આજે તેમની પાર્ટીની અધિકૃત જાહેરાત કરવામાં આવશે.

Kamal Haasan

આ સાથે જ કમલ હસને પોતાની દ્રવિડ હોવાની વાતને લઇને દક્ષિણી રાજ્યોની એકતા મામલે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ (દ્વવિડ હોવું)તે આપણી ઓળખ છે. અને દક્ષિણી રાજ્યો કેન્દ્રને શક્તિ આપશે. બીજી તરફ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને પણ ટ્વિટ કરીને તમિલનાડુમાં એક વધુ સુપરસ્ટાર એક્ટર પોતાનું રાજનૈતિક દળ લાવી રહ્યો છે તે પણ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે રાજનૈતિક દ્રષ્ટ્રિએ રાજ્યમાં મોટા બદલાવ થવાના છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનેક સાઉથના જાણીતા એક્ટર પોતાની પાર્ટી લઇને આવ્યા છે અને સફળ પણ રહ્યા છે. જયલલિતાથી લઇને રજનીકાંત સુધી પોત પોતાની પાર્ટીને લઇને દક્ષિણના રાજકારણમાં સક્રિય રહ્યા છે. ત્યારે જોવાનું તે રહે છે કે કમલ હસનની આ પાર્ટીથી તમિલનાડુને કેટલા ફાયદો મળે છે.

English summary
As actor Kamal Haasan prepares to launch his political party Today, many in Tamil Nadu are waiting to see who its other faces will be provided he announces the names.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X