For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચિત્રકૂટના કામતનાથ મંદિરમાં નાસભાગ, 10ના મોત

|
Google Oneindia Gujarati News

madhya pradesh
ચિત્રકૂટ, 25 ઓગષ્ટ: મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં ચિત્રકૂટના કામતનાથ મંદિરમાં નાસભાગ મચી ગઇ. નાસભાગમાં 10 લોકોના મોત થઇ ગયા. મરનારાઓમાં પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે. નાસભાગમાં અસંખ્ય લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કામતનાથ મંદિરની પરિક્રમા દરમિયાન આ નાસભાગ મચી ગઇ.

જાણકારી અનુસાર, કામતનાથ મંદિર એક પહાડી પર સ્થિત છે. આ મંદિરનો રસ્તો ખૂબ જ સાંકળો છે. સોમવતી અમાવસના પગલે મંદિરમાં આજે મોટા સ્તર પર પૂજા કરવા માટે લોકમેદની એકત્રીત થઇ હતી.

ઉલ્લેખનીય બાબત એ છે કે આ દિવસોમાં અહીં આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે તે અંગેની જાણકારી પ્રશાસનને પહેલાથી હતી જ. તેમ છતા આ દુર્ઘટના સર્જાઇ. દુર્ઘટના બાદ સરકારે મૃતકોના પરિવારને 2 લાખનું વળતર અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે લગભગ ગયા વર્ષે પણ પ્રદેશના દતિયા દિલ્લાથી લગભગ 60 કિલોમીટર દૂર રતનગઢ સ્થિત મંદિરમાં પણ નવરાત્રિના અંતિમ દિવસે શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઇ હતી. આ દુર્ઘટનામાં 115 લોકોના મોત થઇ ગયા હતા.

English summary
Kamtanath Temple stampede: 10 feared dead, many injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X