JNU પહોંચેલી દીપિકા વિશે કન્હૈયા કુમારે આપ્યુ ચોંકાવનારુ નિવેદન

જેએનયુ છાત્રસંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર પણ શામેલ થયા પ્રોટેસ્ટ દરમિયાન જ્યારે મીડિયાએ કન્હૈયા કુમારને દીપિકા વિશે ઉલ્લેખ કર્યો તો તેમણે ખૂબ જ ચોંકાવનારો જવાબ આપ્યો.

જેએનયુ હિંસા સામે દિલ્લી સહિત દેશના ઘણા મોટા શહેરોમાં પ્રદર્શન થઈ રહ્યા છે. મંગળવારે દિલ્લીમાં જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં થઈ રહેલા લેફ્ટના છાત્રોના પ્રદર્શનમાં ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ શામેલ થઈ. વળી, આ પ્રોટેસ્ટમાં જેએનયુ છાત્રસંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર પણ શામેલ થયા પ્રોટેસ્ટ દરમિયાન જ્યારે મીડિયાએ કન્હૈયા કુમારને દીપિકા વિશે ઉલ્લેખ કર્યો તો તેમણે ખૂબ જ ચોંકાવનારો જવાબ આપ્યો.

kanhaiya kumar

પ્રોટેસ્ટનુ નેતૃત્વ કરી રહેલા કન્હૈયા કુમારને જ્યારે મીડિયાએ દીપિકા વિશે સવાલ કર્યો તો તેમણે કહ્યુ કે અચ્છા એ આવી હતી. અમે જોઈ ન શક્યા. હું તેમની સાથે વાત ન કરી શક્યો. મારી તેમની સાથે મુલાકાત પણ ન થઈ શકી. તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણે આ દરમિયાન છાત્રો સાથે મુલાકાત કરી. તે જેએનયુ છાત્ર સંઘના અધ્યક્ષ આઈશી ઘોષને મળી. આ દરમિયાન કન્હૈયા કુમાર જય ભીમ અને આવાઝ દો હમ એક હે જેવા નારા લગાવતા જોવા મળ્યા.

દીપિકા યુનિવર્સિટીમાં થઈ રહેલા પ્રદર્શનમાં લગભગ 10 મિનિટ સુધી હાજર રહી. જો કે તે આખો સમય ચૂપ જ દેખાઈ. આ દરમિયાન કન્હૈયા કુમાર જોર સે બોલો જય ભીમના નારા લગાવી રહ્યા હતા. દીપિકા અહીં કાળા કપડામાં પહોંચી હતી. દીપિકાના જેએનયુમાં વિરોધ પ્રદર્શનમાં શામેલ થવાના સમાચાર મળતા જ સોશિયલ મીડિયા પર #BoycottChhapaak ટ્રેન્ડ કરવા લાગ્યુ.

દીપિકાએ સોમવારે પહેલી વાર જેએનયુમાં થયેલા હુમલા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યુ કે એ જોઈને મને ગર્વ થાય છે કે આપણને આપણી વાત કહેવાનો ડર નથી. એ જોઈને ખુશી થાય છે કે લોકો સામે આવી રહ્યા છે અને કોઈ ડર વિના અવાજ ઉઠાવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X