કનિષ્ક કટારિયાએ કોરિયાથી લાખોનું પેકેજ છોડીને પહેલા પ્રયત્ને UPSC કર્યુ ટૉપ

UPSC તરફથી 5 એપ્રિલ, 2019ના રોજ જાહેર કરાયેલ પરીક્ષા પરિણામમાં રાજસ્થાનના કનિષ્ક કટારિયાએ અખિલ ભારતીય સ્તરે પ્રથમ તેમજ અક્ષત જૈને બીજુ સ્થાન મેળવ્યુ છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ની પરીક્ષામાં રાજસ્થાનનો ડંકો વાગ્યો છે. UPSC તરફથી 5 એપ્રિલ, 2019ના રોજ જાહેર કરાયેલ પરીક્ષા પરિણામમાં રાજસ્થાનના કનિષ્ક કટારિયાએ અખિલ ભારતીય સ્તરે પ્રથમ તેમજ અક્ષત જૈને બીજુ સ્થાન મેળવ્યુ છે.

બંને હીરા જયપુરના

બંને હીરા જયપુરના

આ બંને હીરા જયપુરના રહેવાસી છે. એક આઈએએસ તો બીજો આઈપીએસના પરિવારમાંથી છે. કનિષ્ક કટારિયાએ પહેલા અને અક્ષત જૈને બીજા પ્રયત્ને આઈએએસ બનવામાં સફળતા મેળવી છે.

કનિષ્ક કટારિયા

કનિષ્ક કટારિયા

UPSC સિવિલ સર્વિસ પરિણામ 2018ના ટૉપર કનિષ્ક કટારિયા રાજસ્થાનમાં આઈએએસ સાંવર મલ વર્માના દીકરા છે. જયપુર વિભાગના કમિશ્નર કે સી વર્મા તેમના તાઉજી છે. કનિષ્ક કટારિયાએ આઈઆઈટી બોમ્બેથી કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરીંગમાં બીટેક કર્યા બાદ સેમસંગમાં કોરિયામાં લાખોના પેકેજની નોકરી લાગી હતી. લગભગ દોઢ વર્ષ સુધી ત્યાં નોકરી પણ કરી.

પપ્પા અને તાઉજીથી મળી પ્રેરણા

પપ્પા અને તાઉજીથી મળી પ્રેરણા

કનિષ્કે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યુ કે વિદેશમાં નોકરી કરવા પર પૈસા તો ખૂબ હતા પરંતુ આત્મ સંતુષ્ટિ નહોતી મળી રહી. હું પણ પપ્પા અને તાઉજીના પગલે ચાલીને દેશના લોકોની સેવા કરવા ઈચ્છતો હતો. બસ આ જ વિચારના કારણે કોરિયાથી લાખોનું પેકેજ છોડીને જયપુર પાછો આવ્યો અને ભારતીય પ્રશાસન સેવામાં જવાની તૈયારીઓમાં લાગી ગયો. બે વર્ષ સુધી ખૂબ અભ્યાસ કર્યો અને પહેલા જ પ્રયત્ને પહેલુ સ્થાન મેળવી લીધુ.

અક્ષત જૈન

અક્ષત જૈન

બીજા પ્રયત્નમાં બીજો રેંક મેળવનાર અક્ષત જૈન રાજસ્થાનના સીનિયર આઈપીએસ ડી સી જૈનના પુત્ર છે. પહેલા પ્રયત્નમાં અક્ષતને સફળતા નહોતી મળી પરંતુ તેમણે ઉત્સાહ જાળવી રાખ્યો અને ફરીથી મહેનત કરી અને પોતાના લક્ષ્ય પર ધ્યાન રાખ્યુ. બીજા પ્રયત્નમાં આઈએએસ બનવામાં સફળ થઈ ગયા. આઈઆઈટી ગુવાહાટીથી ડિઝાઈન સબ્જેક્ટમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અક્ષત આઈએએસની તૈયારીઓમાં લાગી ગયા હતા.

ફિલ્મ થ્રી ઈડિયટ્સ સ્ટાઈલમાં અભ્યાસ

ફિલ્મ થ્રી ઈડિયટ્સ સ્ટાઈલમાં અભ્યાસ

અક્ષતે જણાવ્યુ કે રોબોટ બનીને ભણવાનું મને નહોતુ ગમતુ. ફિલ્મ થ્રી ઈડિયટ્સ સ્ટાઈલમાં લાઈફને એન્જોય કરતા નિયમિત રીતે ભણતો હતો. અભ્યાસ, દોસ્તો અને મસ્તી વચ્ચે સામંજસ્ય જાળવી રાખ્યુ. આનાથી કોઈ પ્રકારનો તણાવ ક્યારેય હાવી નથી થયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X