For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

6 કરોડનું સોનુ પહેરીને કાવડ યાત્રા પર નીકળ્યા ગોલ્ડન બાબા

ગોલ્ડન બાબા તેમનું સોનુ પહેરવાને કારણે ચર્ચામાં રહે છે. વર્ષ 2018 કાવડ યાત્રામાં પણ ગોલ્ડન બાબા જોવા મળશે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ગોલ્ડન બાબા તેમનું સોનુ પહેરવાને કારણે ચર્ચામાં રહે છે. વર્ષ 2018 કાવડ યાત્રામાં પણ ગોલ્ડન બાબા જોવા મળશે. જુના અખાડા મહંત ગોલ્ડન બાબા કાવડ લઈને હરિદ્વારથી રવાના થયા છે. ગોલ્ડન બાબા કાવડ યાત્રાની સિલ્વર જ્યુબિલી મનાવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેમને 20 કિલો સોનુ પહેરી રાખ્યું છે, જેની બજારમાં કિંમત લગભગ 6 કરોડ રૂપિયા છે.

20 કિલો સોના સાથે કાવડ યાત્રા પર નીકળ્યા ગોલ્ડન બાબા

20 કિલો સોના સાથે કાવડ યાત્રા પર નીકળ્યા ગોલ્ડન બાબા

ગોલ્ડન બાબાએ ગયા વર્ષે લગભગ 14.5 કિલો સોનુ પહેરી રાખ્યું હતું. જેમાં 21 સોનાની ચેન, 21 લોકેટ અને 1 સોનાનું જેકેટ પણ શામિલ હતું, જે કાવડ યાત્રા દરમિયાન ક્યારેક ક્યારેક તેઓ પહેરે છે. તેમને જણાવ્યું કે હવે તેઓ વધારે સોનુ નથી પહેરતા કારણકે તેનાથી તેમના ગળા પર અસર પડે છે. તેની સાથે સાથે જોનારની નજરમાં પણ તેની અસર પડે છે. વર્ષ 2016 દરમિયાન તેમને 12 કિલો સોનુ પહેરીને કાવડ યાત્રા શરુ કરી હતી.

સોનાનો પ્રેમ ખતમ નહીં થાય

સોનાનો પ્રેમ ખતમ નહીં થાય

ગોલ્ડન બાબા એક રોલેક્સ ઘડિયાળ પણ પહેરે છે જેની કિંમત 27 લાખ રૂપિયા છે. એટલું જ નહીં પરંતુ તેમની પાસે એક બીએમડબ્લ્યુ, ત્રણ ફોર્ચ્યુનર, બે ઓડી અને બે ઇનોવા ગાડી પણ છે. ક્યારેક ક્યારેક તેઓ જગુઆર અને લેન્ડ રોવર ભાડે લઈને હરિદ્વાર નીકળી જાય છે. તેઓ કહે છે કે કાર અને સોનાનો પ્રેમ ક્યારેય પણ ખતમ નહીં થાય.

કરોડોની પ્રોપટીના માલિક છે ગોલ્ડન બાબા

કરોડોની પ્રોપટીના માલિક છે ગોલ્ડન બાબા

તેઓ કહે છે કે જયારે સોનુ 200 રૂપિયે તોલા હતું ત્યારથી તેમને સોનુ પહેરવાનું ચાલુ કર્યું. સોનાનો ભાવ વધતો રહ્યો પરંતુ મેં આદત નહીં છોડી. હું મરતા સુધી સોનુ મારી સાથે રાખીશ. જયારે હું મરીશ ત્યારે માતા ખાસ અનુયાયીઓને તે સોંપીને જઈશ. ગોલ્ડન બાબા દિલ્હીના ગાંધીનગર માર્કેટમાં પ્રોપર્ટી બિઝનેસ અને કપડાનો ઉદ્યોગ કરતા હતા. તેમની પાસે ગાઝિયાબાદમાં ઈન્દિરાપુરમ વિસ્તારમાં એક આલીશાન ફ્લેટ પણ છે.

English summary
kanwar yatra: Golden Baba is back and wearing jewellery worth Rs 6 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X