For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિદ્ધુને શોમાંથી કાઢ્યા બાદ પહેલી વાર કપિલ શર્માએ તોડ્યુ મૌન, આપ્યુ મોટુ નિવેદન

‘ધ કપિલ શર્મા શો'માંથી નવજોત સિંહ સિદ્ધુને કાઢી નાખવા અંગે પહેલી વાર કપિલ શર્માએ મૌન તોડ્યુ છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ જ્યાં સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ બનેલો છે ત્યાં બીજી તરફ પંજાબ સરકારના મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુના વિવાદિત નિવેદન પર મચેલા હોબાળો પણ ઓછુ થવાનું નામ નથી લઈ રહ્યો. સિદ્ધુના નિવેદન અંગે સોમવારે પંજાબ વિધાનસભામાં ખૂબ હોબાળો થયો. પુલવામાં હુમલા અંગે 'પાકિસ્તાનનો બચાવ કરતા નિવેદન' બાદ નવજોત સિંહ સિદ્ધુની 'ધ કપિલ શર્મા શો'માંથી પણ છુટ્ટી થઈ ગઈ છે. સિદ્ધુની જગ્યાએ હવે કપિલ શર્માના શોમાં અભિનેત્રી અર્ચના પૂરનસિંહ જોવા મળશે. આ દરમિયાન 'ધ કપિલ શર્મા શો'માંથી નવજોત સિંહ સિદ્ધુને કાઢી નાખવા અંગે પહેલી વાર કપિલ શર્માએ મૌન તોડ્યુ છે.

‘શોમાંથી હટાવી દેવા કોઈ સમાધાન નથી'

‘શોમાંથી હટાવી દેવા કોઈ સમાધાન નથી'

આર્ટ ઑફ લિવિંગ તરફથી આયોજિત કરેલ ‘ડ્રગ ફ્રી ઈન્ડિયા' ઈવેન્ટમાં શામેલ થવા ચંદીગઢ પહોંચેલા કપિલ શર્માએ આ સમગ્ર મામલે પોતાનું મૌન તોડતા કહ્યુ, ‘આ બધી બહુ નાની વસ્તુઓ છે અને કોઈ પ્રોપગાંડાનો હિસ્સો પણ હોઈ શકે છે. મને લાગે છે કે કોઈના પર પ્રતિબંધ લગાવવો કે નવજોત સિંહ સિદ્ધુને ‘ધ કપિલ શર્મા શો' માંથી હટાવી દેવા કોઈ સમાધાન નથી. આપણે એક સ્થાયી સમાધાન લાવવાની જરૂર છે. નવજોત સિંહ સિદ્ધુ પોતાના પહેલેથી જ નક્કી કાર્યક્રમોમાં વ્યસ્ત છે જેના કરાણે અર્ચના પૂરન સિંહ અમારી સાથે શૂટિંગ કરી રહ્યા છે.' તમને જણાવી દઈએ કે હાલમાં જ સોની ટીવીએ ‘ધ કપિલ શર્મા શો'ના પ્રોમો સોશિયલ મીડિયા પર જાહેર કર્યો હતા જેમાં અર્ચના પૂરન સિંહ જોવા મળ્યા હતા.

‘આપણે એક સ્થાયી સમાધાનની જરૂર'

‘આપણે એક સ્થાયી સમાધાનની જરૂર'

પુલવામા આતંકી હુમલા વિશે વાત કરતા કપિલ શર્માએ કહ્યુ, ‘અમે સરકાર સાથે છીએ પરંતુ તેમછતાં આપણે એક સ્થાયી સમાધાનની જરૂર છે. પુલવામામાં આતંકીઓની કાયર હરકત, જેનાથી આપણા દેશના સૈનિક જવાન શહીદ થયા છે તેને ભૂલી ન શકાય નહિ આતંકીઓને સજા મળવી જોઈએ.' તમને જણાવી દઈએ કે પુલવામા હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા વિશે પૂછાયેલા સવાલ પર નવજોત સિંહ સિદ્ધુએ કહ્યુ હતુ કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો અને ના આતંકવાદનો કોઈ દેશ હોય છે. સિદ્ધુના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર હોબાળો થઈ ગયો. ટ્વિટર પર લોકોએ સોની ટીવીમાંથી નવજોત સિંહ સિદ્ધુને ‘ધ કપિલ શર્મા શો'માંથી બહાર કાઢવાની માંગ કરીને શોમાંથી બૉયકૉટ કરવાની અપીલ કરી હતી.

હું મારા નિવેદન પર અડગ છુઃ સિદ્ધુ

હું મારા નિવેદન પર અડગ છુઃ સિદ્ધુ

નવજોત સિંહ સિદ્ધુના નિવેદન અંગે સોમવારે પંજાબ વિધાનસભામાં ઘણો હોબાળો થયો. અકાલી દળના સભ્યોએ નવજોત સિંહ સિદ્ધુ સામે સૂત્રોચ્ચાર કરીને તેમને માફી માંગવાની માંગ કરી. વળી, વિધાનસભામાંથી બહાર નીકળીને સિદ્ધુએ કહ્યુ કે તે પોતાના નિવેદન પર અડગ છે. સિદ્ધુએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ, ‘હું પૂછવા ઈચ્છુ છુ કે વર્ષ 1999માં કંધાર પ્લેન હાઈજેકના આરોપીઓને કોણે મુક્ત કર્યા? આ કોની જવાબદારી છે? આપણા જવાનો કેમ શહીદ થઈ રહ્યા છે અને આનુ કોઈ સ્થાયી સમાધાન કેમ નથી નીકળી રહ્યુ. જે લોકો હુમલા માટે જવાબદાર છે તેમને કઠોર સજા આપવી જોઈએ જેથી આવનારી પેઢીઓ યાદ રાખે. હું મારા નિવેદનમાં અડગ છુ અને આતંકવાદને કોઈ પણ કિંમતે સાંખી ન લેવો જોઈએ.'

આ પણ વાંચોઃ આર્મી ઓફિસરની એક થપ્પડમાં મસૂદ અઝહર ખોલવા લાગ્યો પાકિસ્તાનના રાઝઆ પણ વાંચોઃ આર્મી ઓફિસરની એક થપ્પડમાં મસૂદ અઝહર ખોલવા લાગ્યો પાકિસ્તાનના રાઝ

English summary
Kapil Sharma Breaks His Silence Over Navjot Singh Sidhu Statement On Pulwama Terror Attack.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X