For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Kargil Vijay Diwas: પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ, કહ્યુ - યાદ છે આપણને તેમની વીરતા અને બલિદાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કારગિલ વિજય દિવસ પર કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કારગિલ વિજય દિવસ પર કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. કારગિલ યુદ્ધ ભારત અને પાકિસ્તાનમાં મે 1999માં શરૂ થયુ અને 26 જુલાઈ સુધી ચાલ્યુ હતુ. કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનની હાર થઈ હતી. પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યુ, 'આપણે તેમના બલિદાનોને યાદ કરીએ છીએ. આપણે તેમની વીરતાને યાદ કરીએ છીએ. આજે કારગિલ વિજય દિવસ પર આપણે સૌને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેમણે આપણા દેશની રક્ષા કરીને આ જંગમાં પોતાનો જીવ ગુમાવ્યો. તેમની બહાદૂરી આપણને રોજ પ્રેરણા આપે છે.' પીએમ મોદીએ પોતાના ટ્વિટ સાથે ગયા વર્ષના 'મન કી બાત'નો એક અંશ પણ શેર કર્યો છે. આનો ઑડિયો ક્લિપ પીએમ મોદીએ ટ્વીટ સાથે શેર કરી છે.

pm modi

ભારતીય સશસ્ત્ર દળોએ 26 જુલાઈ, 1999એ ઘોષણા કરી હતી કે આ કારગિલ વૉરમાં પાકિસ્તાનની હાર થઈ છે અને ભારતનુ મિશન સફળ રહ્યુ છે. ત્યારથી ઑપરેશન વિજયમાં ભાગ લેનારા સૈનિકોના ગૌરવ અને વીરતાને યાદ કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે. વર્ષ 2021માં કારગિલ વિજય દિવસના 22 વર્ષ પૂરી થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે કારગિલ યુદ્ધના 22 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને હાર આપી હતી.

ભારતીય નિયંત્રણ રેખા(એલઓસી)થી પાકિસ્તાની સેનિકોને હટાવવા માટે મે, 1999માં કારગિલ યુદ્ધ શરૂ થયુ હતુ. 3 મે, 1999ના રોજ શરૂ થયેલુ કારગિલ યુદ્ધ 2 મહિનાથી પણ વધુ ચાલ્યુ હતુ અને 26 જુલાઈએ યુદ્ધ ખતમ થયુ હતુ. કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ ઑપરેશન વિજય ચલાવ્યુ હતુ. ભારતીય સેનાએ 26 જુલાઈ, 1999ના રોજ યુદ્ધની સફળતાની અધિકૃત ઘોષણા કરી હતી માટે દર વર્ષે કારગિલ વિજય દિવસ 26 જુલાઈએ મનાવવામાં આવે છે.

English summary
Kargil Vijay Diwas: PM Narendra Modi pays tribute and says remember their sacrifices.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X