For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક ચૂંટણી પરિણામે ખોલી નરેન્દ્ર મોદીની પોલ: કોંગ્રેસ

|
Google Oneindia Gujarati News

salman khursid
નવી દિલ્હી, 8 મે: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મળેલી સફળતાથી ઉત્સાહિત કોંગ્રેસના મંત્રીઓએ આજે જણાવ્યું કે ભાજપા માટે આ 'ઇનિંગ ડિફીટ' છે અને ચૂંટણી પરિણામે તેમના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીની પોલ ખોલી નાખી છે. સંસદીય કાર્યમંત્રી કમલનાથે સંસદભવન પરિસરમાં પત્રકારોને જણાવ્યું કે 'કર્ણાટકમાં મેચ પૂરી થઇ ગઇ છે અને ભાજપાની ઇનિંગ ડિફીટ થઇ છે. હવે તે પોતાના પરાજય માટે બેટ, બોલ અને પિચને દોષી ઠેરવશે.'

તેમણે જણાવ્યું કે ભાજપાનું વલણ સંપૂર્ણ રીતે બહાર પડી ગયું છે અને પાંચ રાજ્યોમાં યોજાનારી આગામી ચૂંટણી અને આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ તરફી જ હવા રહેશે. કમલનાથે જણાવ્યું કે છેલ્લા પાંચ મહીનામાં ભાજપા હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટકમાં સત્તાથી બહાર થઇ છે. વિદેશમંત્રી સલમાન ખુર્શીદે કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી જીત માટે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રધાનમંત્રી મનમોહનસિંહ અને પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને શ્રેય આપ્યો.

એ પૂછવા પર ચૂંટણી પરિણામ ગુજરાતના મુખ્યમંત્રીને શું સંદેશ આપે છે ખુર્શીદે જણાવ્યું કે 'સંદેશ છે 'મોદી નહી' ' પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી વી નારાયણસામીએ જણાવ્યું કે 'ભાજપા કર્ણાટકમાં નરેન્દ્ર મોદીને લાવી પરંતુ નરેન્દ્ર મોદી ડૂબી ગયા અને ભાજપા ત્યા સમાપ્ત થઇ ગઇ.'

તેમણે જણાવ્યું કે 'ભાજપા દ્વારા દેશભરમાં અમારી વિરૂદ્ધ ચલાવવામાં આવેલ દુષ્પ્રચાર છતા અમને જીત અપાવી, અને હું કર્ણાટકની જનતાનો આભાર માનું છું.'

English summary
Karnataka assembly election 2013 : congress blast on Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X