For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક ચૂંટણીના 'મહાપોલ' થી મોદી-શાહની ઊંઘ ઉડી

કર્ણાટકમાં 12 મે ના રોજ યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે રાજકીય તખ્તા ગોઠવાઈ ચૂક્યા છે. કોંગ્રેસ, ભાજપ અને જેડીએસના રાજકીય યોદ્ધાઓ પોતાની તૈયારીઓ કરી રહ્યા છે જેથી જનતાના મત લઈ શકાય. હાલમાં જ એક પોલ ઓફ પો

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં 12 મે ના રોજ યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે રાજકીય તખ્તા ગોઠવાઈ ચૂક્યા છે. કોંગ્રેસ, ભાજપ અને જેડીએસના રાજકીય યોદ્ધાઓ પોતાની તૈયારીઓ કરી રહ્યા છે જેથી જનતાના મત લઈ શકાય. હાલમાં જ એક પોલ ઓફ પોલ્સ સામે આવ્યો છે જે ભાજપની ચિંતા વધારી શકે છે. ટાઈમ્સ નાઉના પોલ ઓફ પોલ્સ મુજબ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો સરકાર બનાવવા માટે જરુરી 113 બેઠકો નહિ લાવી શકે. વળી, કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે આવશે તેવુ અનુમાન છે.

કોંગ્રેસને સૌથી વધુ બેઠકો મળવાનું અનુમાન

કોંગ્રેસને સૌથી વધુ બેઠકો મળવાનું અનુમાન

ટાઈમ્સ નાઉના પોલ ઓફ પોલ્સ મુજબ કોંગ્રેસ 224 બેઠકોની વિધાનસભામાં 93 બેઠકો જીતી શકે છે. ભાજપને 89 બેઠકો મળવાનું અનુમાન છે. વળી, જેડીએસના ખાતામાં 38 બેઠકો જઈ શકે છે. બાકીની બેઠકો અન્યના ખાતામાં જવાનું અનુમાન છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ટાઈમ્સ નાઉએ આ પોલ ઓફ પોલ્સ કરાવ્યું છે કે જે ચૂંટણી પૂર્વે ઘણા સર્વેક્ષણોને ભેગા કરીને એક સર્વે રુપે કરવામાં આવ્યો છે. ત્રણ પોલ સર્વેના આધારે આ સરેરાશ આંકડા કાઢવામાં આવ્યા છે.

ટાઈમ્સ નાઉ-વીએમઆરના પ્રીપોલ સર્વે જારી કરાયા હતા

ટાઈમ્સ નાઉ-વીએમઆરના પ્રીપોલ સર્વે જારી કરાયા હતા

થોડા દિવસો પહેલા ટાઈમ્સ નાઉ-વીએમઆરના પ્રીપોલ સર્વે જારી કરવામાં આવ્યા હતા. આ સર્વે અનુસાર કોંગ્રેસની બેઠકોમાં ભલે માત્ર સામાન્ય વધારો દેખાઈ રહ્યો હોય પરંતુ ભાજપ પણ તેમાં પાછળ નથી. આ બધા વચ્ચે જેડીએસ અને બીએસપીનું ગઠબંધન પણ રાજ્યમાં કિંગમેકરની ભૂમિકામાં નજરે પડી રહ્યું છે. સર્વે મુજબ ભાજપને 89, કોગ્રેસને 91 તથા જેડીએસ-બસપાને 40 બેઠકો મળતી જણાય છે. જ્યારે અન્યને 4 બેઠકો મળવાની સંભાવના જણાવાઈ હતી. જૈન યુનિવર્સિટી અને સીએસડીએસના આ જ દિવસે થયેલા સર્વેમાં કોંગ્રેસને 88 બેઠકો મળવાની વાત કહેવામાં આવી છે. હાલમાં એનટીવી-એનજી સર્વેમાં કોંગ્રેસને સો બેઠકો જીતવાની સંભાવના દેખાઈ રહી છે.

કોંગ્રેસનું ઘોષણાપત્ર

કોંગ્રેસનું ઘોષણાપત્ર

કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ઘોષણાપત્રમાં ઘણા વચનો આપ્યા છે. 50 પાનાંના ઘોષણાપત્રમાં 18 થી 23 વર્ષના છાત્રોને સ્માર્ટફોનનું વચન આપવામાં આવ્યુ છે. કોંગ્રેસે વચન આપ્યુ છે કે પહેલાથી 12 માં ધોરણના છાત્રોને મફત શિક્ષા આપવામાં આવશે. કોંગ્રેસે વચન આપ્યુ છે કે દર વર્ષે 15 થી 20 લાખ નોકરીઓ આપવામાં આવશે. કોંગ્રેસે કહ્યું છે કે દરેક ગામમાં ઈન્દિરા ક્લિનિક અને શહેરમાં રાજીવ ક્લિનિક ખોલવામાં આવશે. કોંગ્રેસના ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે બધી કોલેજો અને વિશ્વવિદ્યાલયોમાં વાઈફાઈ લગાવવામાં આવશે. કોંગ્રેસના ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે તે શહેરી વિસ્તારમાં ઘરની સમસ્યાને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. વળી, વિભિન્ન સ્કીમો હેઠળ રાજ્યના વિભિન્ન વર્ગોના લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું પણ વચન આપવામાં આવ્યું છે. વળી, ગ્રામીળ વિસ્તારોમાં ઘરો પર કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 11.75 લાખ ઘર બનાવવામાં આવ્યા છે. આગામી 5 વર્ષમાં 10 લાખ ઘર પ્રતિ વર્ષ બનાવવામાં આવશે.

12 મે ના રોજ થશે મતદાન

12 મે ના રોજ થશે મતદાન

તમને જણાવી દઈએ કે 224 બેઠકો પર 12 મે ના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણી પરિણામ 15 મે ના રોજ આવશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બંને કર્ણાટકમાં સતત પ્રવાસ કરી રહ્યા છે. સીએમ સિદ્ધારમૈયાએ જણાવ્યું કે મને જીતનો પૂરો ભરોસો છે. વળી, ભાજપના નેતાઓએ કર્ણાટકમાં સરકાર બનાવવા માટે કમર કસી લીધી છે. હાલમાં કર્ણાટકમાં ધૂંઆધાર પ્રચાર ચાલી રહ્યો છે.

English summary
karnataka assembly election 2018 poll polls predicts photo finish for congress bjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X