કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ કોરોના પોઝિટિવ, હોસ્પિટલે દાખલ

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ કોરોના પોઝિટિવ, હોસ્પિટલે દાખલ

નવી દિલ્હીઃ ચીનના વુહાનથી શરૂ થયેલ કોરોના વાયરસ આખા દેશમાં ફેલાઈ ગયો છે. જેના લપેટામાં વીવીઆઈપી લોકો પણ આવવા લાગ્યા છે. રવિવારે બપોરે દેશના ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ હવે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ખુદ ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે. હાલ તેમની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે.

Karnataka Chief Minister

સીએમ યેદિયુરપ્પાએ ટ્વીટ કરતા લખ્યું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે હાલાત સામાન્ય છે. છતાં તબીબોની ભલામણ પર સાવચેતીના પગલાં રૂપે હોસ્પિટલે દાખલ થઇ રહ્યો છું. તેમણે આગળ લખ્યું કે પાછલા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા હોય તે લોકો ખુદને ક્વોરેન્ટાઈન કરી લે. સાથે જ જરૂરત પડ્યે કોરોના વાયરસની તપાસ કરાવો. તેમના પરિવાર અને સ્ટાફ વિશે હાલ જાણકારી નથી મળી.પ્રશાસનની ટીમો સીએમ આવાસ અને ઑફિસને સેનિટાઈઝ કરશે.

ગૃહમંત્રી પણ હોસ્પિટલે દાખલ

રવિવારે અમિત શાહે ખુદ ટ્વીટ કરી પોતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાની જાણકારી આપી છે. ગૃહમંત્રીએ લખ્યું, 'કોરોનાના શરૂઆતી લક્ષણો દેખાવા પર મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત ઠીક છે પરંતુ તબીબોની સલાહ પર હું હોસ્પિટલે દાખલ થઈ રહ્યો છું. મારા સંપર્કમાં આવ્યા હોય તેવા લોકો ખુદને આઈસોલેટ કરી લે તેવો અનુરોધ છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X