For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકઃ CM યેદિયુરપ્પાના રાજકીય સચિવે કરી આત્મહત્યાની કોશિશ

કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના રાજકીય સચિવ એનઆર સંતોષે કથિત રીતે આત્મહત્યા કરવાની કોશિશ કરી છે.

|
Google Oneindia Gujarati News

બેંગલુરુઃ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના રાજકીય સચિવ એનઆર સંતોષે કથિત રીતે ઉંઘની ગોળીઓનુ વધુ માત્રામાં સેવન કરીને આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. જે માહિતી મળી રહી છે તે મુજબ તેમણે બેભાનની સ્થિતિમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા જ્યાં તેમની હાલત જોખમથી બહાર જણાવાઈ રહી છે. તેમને બેંગુલુરુની રમૈયા મેમોરિયલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

santosh

આ ઘટના બાદ મુખ્યમંત્રી યેદિયુરપ્પા તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યા. તેમણે કહ્યુ, 'હું તેમના પરિવારના સભ્યો સાથે વાત કરીશ. મને ખબર નથી કે આની પાછળ શું કારણ છે. તે હવે સ્થિર છે. ચિંતાની કોઈ વાત નથી.' સંતોષ બુરુના ડૉલર્સ સ્થિત પોતાના આવાસ પર હતા. તેમણે ઉંઘની ગોળીઓ ખાઈને જીવ દેવાની કોશિશ કરી. સાંજે ઘરવાળાએ તેમને રીડિંગ હૉલમાં બેભાન અવસ્થામાં જોયા. ત્યારબાદ તેમને બેંગલુરુની રમૈયા મેમોરિયલ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા. જ્યાં તેમની હાલત નાજુક બની હતી.

ઉલ્લેખનીય છે કે સચિવ સંતોષ સીએમ યેદિયુરપ્પાની નજીક ગણાય છે. જણાવવામાં આવી રહ્યુ છે કે તેમણે રાજ્યમાં ઑપરેશન કમલમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. સંતોષને આ વર્ષે મેમાં યેદિયુરપ્પાના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ત્રણે વેક્સીન સેન્ટરોની આજે મુલાકાત લેશે પ્રધાનમંત્રી મોદીત્રણે વેક્સીન સેન્ટરોની આજે મુલાકાત લેશે પ્રધાનમંત્રી મોદી

English summary
Karnataka CM Yediyurappa’s political secretary attempts suicide.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X