કર્ણાટક : આજે કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક, ખડગે અને સિધ્ધરમૈયા CMની રેસમાં

આ અંગે પાર્ટી મહાસચિવ જનાર્દન દ્વિવેદીએ નવી દિલ્હીમાં જણાવ્યું કે "વરિષ્ઠ મંત્રી એ કે એન્ટોની, રાજ્ય કોંગ્રેસના પ્રભારી મધુસૂદન મિસ્ત્રી, કર્ણાટક સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ લુઇજિન્હો ફલેરો અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ શુક્રવારે આ બેઠકમાં ભાગ લેવા માટે પહોંચી જશે." કર્ણાટકમાં ટોચના પડ માટેની મુખ્ય હરિફાઇ વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી એમ મલ્લિકાર્જુન ખડગી અને વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂકેલા સિદ્ધારમૈયાની વચ્ચે છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી એમ વીરપ્પા મોઇલીનું નામ પણ ચર્ચામાં છે.
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે કર્ણાટક કોંગ્રેસ પ્રદેશ સમિતીના પ્રમુખ જી પરમેશ્વરની ચૂંટણીમાં હાર થવાને કારણે મુખ્યમંત્રી પદની તેમની દાવેદારી નબળી પડી છે. દાવેદારો પોતાના દાવાઓને જોર શોરથી રજૂ કરી રહ્યા છે. જો કે સાથે તેઓ અંતિમ નિર્ણય હાઇ કમાન્ડ કરશે તેમ પણ જણાવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
