For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક: વેક્સિનના બન્ને ડોઝ લીધેલ 66 વિદ્યાર્થીઓને કોરોના, કેન્દ્રએ ટેસ્ટિંગ વધારવા આપી સલાહ

કોરોનાની ત્રીજી લહેરની સંભાવના જોતા કેન્દ્ર સરકાર અલર્ટ મોડમાં આવી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે 13 રાજ્યોને પત્ર લખીને કોરોના ટેસ્ટિંગની ઘટતી જતી માત્રા પર ચિંતા વ્યક્ત કરી છે. કર્ણાટકની SDM મેડિકલ કોલેજમાં 66 વિદ

|
Google Oneindia Gujarati News

કોરોનાની ત્રીજી લહેરની સંભાવના જોતા કેન્દ્ર સરકાર અલર્ટ મોડમાં આવી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે 13 રાજ્યોને પત્ર લખીને કોરોના ટેસ્ટિંગની ઘટતી જતી માત્રા પર ચિંતા વ્યક્ત કરી છે. કર્ણાટકની SDM મેડિકલ કોલેજમાં 66 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ મળી આવ્યા છે. એક જ કોલેજમાંથી મોટી સંખ્યામાં કોરોના કેસ આવતા પ્રશાસનની ચિંતમાં વધારો થયો છે. પ્રશાસને તાત્કાલીક આ મુદ્દે એક્શન લઈને કોલેજ બિલ્ડિંગની બે હોસ્ટેલ સીલ કરી છે. આ કોલેજમાં કુલ 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

બંગાળમાં પોઝિટિવિટી રેટ વધતા ચેતવણી

બંગાળમાં પોઝિટિવિટી રેટ વધતા ચેતવણી

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાના પત્રમાં કહ્યું કે જો ટેસ્ટિંગ ઓછા છે તો સંક્રમણનું સાચુ આકલન નથી થઈ શકતું. પત્રમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં બંગાળ સહિત ઘણા રાજ્યોમાં પોઝિટિવિટી રેટ વધી રહ્યો છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પત્રમાં લખ્યું કે ટેસ્ટિંગ યોગ્ય ન થઈ શક્યું તો લોકોમાં સંક્રમણ ફેલાવવાનું યોગ્ય અનુમાન લગાવવું મુશ્કેલ બનશે. જૂન 2021 સુધી એવરેજ 67,644 ટેસ્ટ કરવામાં આવતા હતા હવે તેને ઘટાડી 22 નવેમ્બર સુધી 38,600 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

એન્ટીજન ટેસ્ટની જગ્યાએ RT-PCR પર ઘ્યાન આપો

એન્ટીજન ટેસ્ટની જગ્યાએ RT-PCR પર ઘ્યાન આપો

ભૂષણે પત્રમાં કહ્યું બંગાળમાં આ સમયે પોઝિટિવિટિ રેટ 2.1% છે. છેલ્લા 4 સપ્તાહમાં આ સૌથી વધુ છે. ઘણા જિલ્લાઓમાં પોઝિટિવિટિ રેટ વધી રહ્યો છે. તેમાં દાર્જીલિંગ, દક્ષિણ દિનાજપુર, હાવડા, પશ્ચિમ 24 પરગના, કોલકાતા પણ સામેલ છે. તેમણે એ પણ લખ્યું કે એન્ટીજન ટેસ્ટની જગ્યાએ RT-PCR ટેસ્ટ પર વધુ ધ્યાન આપવું જોઈએ.

આ રાજ્યોને પણ પત્ર લખવામાં આવ્યાં

આ રાજ્યોને પણ પત્ર લખવામાં આવ્યાં

સ્વાસ્થ્ય મંત્રાલયે બંગાળની જેમ ગોવા, જમ્મુ અને કાશ્મીર, કેરળ, લદ્દાખ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, રાજસ્થાન અને સિક્કિમને પણ પત્ર લખ્યો છે. કેરળને લખેલા પત્રમાં મંત્રાલયે કહ્યું છે કે રાજ્ય ઓગસ્ટ મહિનામાં 2.96 લાખ કોરોના ટેસ્ટ કરી રહ્યું હતું, જેને ઘટાડીને હવે 56 હજાર કરાવી દીધા છે.

English summary
Karnataka: Corona to 66 students who took both doses of vaccine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X