For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક સંકટઃ 13 બાગી ધારાસભ્યોએ સ્પીકર પાસે 4 અઠવાડિાનો સમય માંગ્યો

કર્ણાટક સંકટઃ 13 બાગી ધારાસભ્યોએ સ્પીકર પાસે 4 અઠવાડિાનો સમય માંગ્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કર્ણાટકના 13 બાગી ધારાસભ્યોના રાજીનામાના કારણે રાજ્યની કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનવાળી સરકાર પર ખતરાના વાદળો મંડરાઈ રહ્યાં છે. આ ધારાસભ્યોએ સ્પીકર કેઆર રમેશ કુમારે મોકલેલ સમનનો જવાબ આપવા માટે ચાર અઠવાડિયાનો સમય માંગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ ધારાસભ્યો વિરુદ્ધ અયોગ્યતાની અરજી દાખલ કરી છે. ત્યારે જોવાનું એ રહેસે કે ચિઠ્ઠી બાદ શું બાગી ધારાસભ્યો વિધાનસભામાં ઉપસ્થિત થશે કે નહિ!

karnataka floor test

ફ્લોર ટેસ્ટ પહેલા રમેશ કુમારે બાગી ધારાસભ્યોને તેમને મળવા માટે સમન મોકલ્યું હતું. ઉલ્લેખનીય છે કે કર્ણાટકના સીએમ કુમારસ્વામી દ્વારા પ્રસ્તાવ રજૂ કરાયાના ત્રણ દિવસ બાદ પણ હજુ સુધી ફ્લોર ટેસ્ટ ન થઈ શક્યું. ફ્લોર ટેસ્ટ પહેલા આ 13 ધારાસભ્યોએ સ્પીકરને ચિઠ્ઠી લખી ચાર અઠવાડિયાનો સમય માંગ્યો છે. આ ચિઠ્ઠીમાં ધારાસભ્યોએ લખ્યું કે આ મામલે તેમણે પોતાના વકીલ સાથે વાત કરવી પડશે. જ્યારે સ્પીકર રમેશ કુમારે સ્પષ્ટ કરી દીધું કે મંગળવારે 4 વાગ્યા સુધી ચર્ચા થશે અને પછી સીએમ એચડી કુમારસ્વામી પ્રસ્તાવ પર જવાબ આપશે. વિધાનસભામાં આજે સાંજે 6 વાગ્યે વોટિંગ થશે.

ઉલ્લેખનીય છે કે બે અઠવાડિયા પહેલા કોંગ્રેસના 16 ધારાસભ્યોના રાજીનામાં બાદ કર્ણાટકમાં રાજકીય સંકટ મંડરાયું હતું. આ ઉપરાંત બે અપક્ષ ધારાસભ્યોએ પણ પોતાનું સમર્થન પરત લઈ લીધું છે. 225 સભ્યોવળી કર્ણાટક વિધાનસભામાં ભાજપના 105 સભ્ય છે. જો બાગી ધારાસભ્યોના રાજીનામાં મંજૂર થઈ જાય છે તો સરકાર અલ્પમતમાં આવી જશે. જ્યારે મતદાન માટે રાજ્યપાલ વજુભાઈ વાળા દ્વારા કરવામાં આવેલ સમયસીમા બે વખત ખતમ થઈ ગઈ છે. સોમવાર રાત સુધી પ્રસ્તાવ પર બોલવા માટે નિર્ધારિત 26 ધારાસભ્યોમાંથી માત્ર પાંચે પોતાના ભાષણ સમાપ્ત કર્યાં છે. જ્યારે આ દરમિયાન વોટિંગ કરાવવા માટે ભાજપે હંગામો કર્યો હતો.

Karnataka Floor Test Live: વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર આજે વોટિંગKarnataka Floor Test Live: વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર આજે વોટિંગ

English summary
karnataka crisis: 13 rebel MLAs asked 4 weeks of time to appear in front of speaker.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X