For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક Live: કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનું નિવેદન, અમારી સરકાર પર કોઈ સંકટ નથી

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધન સરકાર માટે આજે ખુબ જ અગત્યનો દિવસ છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે જેડીએસ અને કોંગ્રેસ ગઠબંધન સરકાર માટે આજે ખુબ જ અગત્યનો દિવસ છે. કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસની ગઠબંધન સરકાર માટે આજનો દિવસ ખાસ છે. વાસ્તવમાં જે તમામ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેમના રાજીનામા પર વિધાનસભા સ્પીકર આજે પોતાનો નિર્ણય લઈ શકે છે. જો સ્પીકર તમામ ધારાસભ્યોનું રાજીનામુ સ્વીકારે તો કર્ણાટકની કુમારસ્વામી સરકાર ખતરામાં આવી શકે છે. આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ બુધવારે કહ્યું હતું કે ગભરાવવાની કોઈ જરૂર નથી. તેમની સરકારને કોઈ જ ખતરો નથી.

karnataka politics

Newest First Oldest First
11:02 AM, 9 Jul

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગંડુ રાવનું નિવેદન, મને વિશ્વાસ છે કે અમારી સરકાર બચી રહેશે.
10:27 AM, 9 Jul

કર્ણાટક: પૂર્વ સીએમ સિદ્ધારમૈયા, પ્રિયાંક ખડગે અને બીજા પાર્ટી નેતાઓ કોંગ્રેસ વિધાયક દળની બેઠક માટે વિધાનસભા પહોંચ્યા
10:25 AM, 9 Jul

વિધાયકોના રાજીનામાં પછી કર્ણાટક ભાજપા ઘ્વારા સીએમ કુમારસ્વામીની સરકાર બહુમતમાં નહીં હોવાનું કહીને રાજીનામુ આપવાની માંગ કરી હતી
10:24 AM, 9 Jul

આ તરફ બે અપક્ષ મંત્રીઓના રાજીનામા બાદ કર્ણાટક ભાજપ અધ્યક્ષ યેદુરપ્પાએ કહ્યુ કે બે અપક્ષ ધારાસભ્યોએ ગવર્નર સાથે મુલાકાત કરીને એક પત્ર આપ્યો છે જેમાં તેમણે ભાજપને સમર્થન આપવાની વાત કહી છે. તેમના સમર્થન બાદ ભાજપનુ સંખ્યબળ હવે 105+2 એટલે કે 107 થઈ ગયુ છે.
10:23 AM, 9 Jul

તમને જણાવી દઈએ કે કોંગ્રેસના 21, જેડીએસના 9 અને 2 અપક્ષ (એસ નાગેશ) મંત્રીઓના રાજીનામાએ કર્ણાટકમાં રાજકીય સંકટ વધારી દીધુ છે. જો કે સીએમ કુમારસ્વામી આનાથી નિશ્ચિંત છે અને કહી રહ્યા છે કે વર્તમાન રાજકીય સંકટથી સરકારને કોઈ ખતરો નથી અને તે વાતચીત દ્વારા મામલો ઉકેલી લેશે.
10:23 AM, 9 Jul

કોંગ્રેસ અને જેડીએસ દ્વારા બાગી ધારાસભ્યોને મનાવવાની પૂરી કોશિશ કરવામાં આવી રહી છે. આ કોશિશો હેઠળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડી કે શિવકુમાર બાગી ધારાસભ્યોને સમજાવવા બેંગલુરુથી મુંબઈ પહોંચવાના હતા.

English summary
karnataka crisis: jds congress mla resignations live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X