કર્ણાટકમાં કોંગ્રેસ 2013 કરતા પણ મોટી જીત નોંધાવશે: સર્વે

Posted By:
Subscribe to Oneindia News

આવનાર કર્ણાટક વિધાનસભા ઈલેક્શનમાં એક તરફ જ્યાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં પાછી આવવા માટે મહેનત કરી રહી છે. કોંગ્રેસ પણ પોતાના જનાધાર ને મજબૂત કરવા માટે કમર કસી રહ્યું છે. આ વચ્ચે એક સર્વે સામે આવ્યો છે જે કોંગ્રેસ માટે રાહત ચોક્કસ આપશે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ વર્ષ 2018 ઈલેક્શન દરમિયાન વર્ષ 2013 કરતા પણ વધારે સારું પ્રદર્શન કરશે. કોંગ્રેસ પાછલા ઈલેક્શન કરતા પણ વધારે સીટો પર કબ્જો કરશે.

154 સીટો પણ કરવામાં આવ્યો સર્વે

154 સીટો પણ કરવામાં આવ્યો સર્વે

ચુનાવ પહેલા આ સર્વે 1 માર્ચ થી 25 માર્ચ વચ્ચેના આંકડાના આધાર પર કરવામાં આવ્યો છે. આ સર્વે કુલ 154 સીટો પર કરવામાં આવ્યો છે. જેમાં બતાવ્યું છે કે કોંગ્રેસ પાછલા ઈલેક્શન કરતા પણ વધારે સીટો પર કબ્જો કરશે. સર્વે અનુસાર કોંગ્રેસ પાછલા વર્ષ કરતા 9 ટકા વધુ વોટ મેળવશે અને કુલ 46 ટકા વોટ પર કબ્જો કરશે.

સી-ફોર ઘ્વારા કરાવવામાં આવ્યો સર્વે

સી-ફોર ઘ્વારા કરાવવામાં આવ્યો સર્વે

આ સર્વે સી-ફોર ઘ્વારા કરાવવામાં આવ્યો છે જેના પર આરોપ લાગી રહ્યો છે કે આ સર્વે જાતે કોંગ્રેસ ઘ્વારા કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ઈલેક્શનમાં ભાજપને 31 ટકા વોટ મળશે. જયારે જેડીએસ ને 16 ટકા વોટ મળશે. આ સર્વેમાં કુલ 223587 લોકોએ ભાગ લીધો હતો. સી-ફોર ઘ્વારા વર્ષ 2013 દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસને 119-120 સીટો મળશે, જયારે કોંગ્રેસને રાજ્યમાં કુલ 122 સીટો મળી હતી.

126 સીટો મળશે

126 સીટો મળશે

સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે કોંગ્રેસને 126 સીટો પર જીત મળશે જયારે ભાજપની સીટો પણ વધશે અને તેમને 70 સીટો પર જીત મળશે. માનવામાં આવી રહ્યું છે કે જેડીએસ આ વખતે 27 સીટો પર જીત નોંધાવશે. જયારે વર્ષ 2013 દરમિયાન તેમને 40 સીટો મળી હતી.

પીવાનું પાણી

પીવાનું પાણી

પ્રદેશમાં પીવાના પાણીની સમસ્યા છે જેને સર્વેમાં લોકોએ સૌથી ઉપર રાખ્યું છે. 32 ટકા લોકો ઘ્વારા પીવાના પાણીની સમસ્યા સૌથી ઉપર રાખી છે. જયારે 26 ટકા લોકોએ આ સમસ્યા બીજા નંબરે રાખી છે. તેના સિવાય રસ્તા અને ગટર પણ સમસ્યા છે.

મુખ્યમંત્રી

મુખ્યમંત્રી

45 ટકા લોકો ઘ્વારા કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્દારમૈયા નું સમર્થન કર્યું છે અને સીએમ માટે તેમને પહેલી પસંદ ગણાવ્યા છે. 26 ટકા લોકો ઘ્વારા ભાજપના મુખ્યમંત્રી પદ ઉમેદવાર યુદુરપ્પા ને પસંદ કર્યા છે. મુખ્યમંત્રી સિદ્દારમૈયા ના કાર્યકાલ થી 21 ટકા લોકો ખુશ છે. જયારે 54 ટકા લોકો થોડા અંશે ખુશ છે અને 25 ટકા લોકો સિદ્દારમૈયા સરકાર થી ખુશ નથી.

English summary
Karnataka Election Big Worry for BJP survey predicts victory of congress even better than 2013. It says party will gain more.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.