For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક ચૂંટણી પરિણામો : બેંગલોરમાં સેક્શન 144 અમલી

|
Google Oneindia Gujarati News

karnataka-map.jpg gujarati.oneindia.com
બેંગલોર, 8 મે : કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2013ના પરિણામો આવવાના શરૂ થઇ ગયા છે. મતગણતરીની ગરમીનો સામનો બેંગલોર કરી રહ્યું છે. બેંગલોરમાં ધારા 144 અમલી બનાવી દેવામાં આવી છે. જેના પગલે બેંગલોરમાં કોઇ પણ વિસ્તારમાં 10થી વધારે લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે ચૂંટણી પરિણામોને પગલે પાર્ટીના કાર્યકરો વચ્ચે તણાવ ઉભો થવાની શક્યતા છે.

આ ચૂંટણીમાં મહત્વના ઉમેદવારો
Trailing: S Kumar Bangarrapa (Congress), CM Ibrahim (Congress), PC Mohan (BJP).

Key candidates: Leading BS Yeddyurappa (KJP), Anitha Kumaraswamy JD(S), B Sreeramulu (BSRC), Dinesh Gundurao (Congress), HD Kumaraswamy JD(S), KS Eshwarappa (BJP), Siddaramaiah.

એક્ઝિટ પોલના તારણો અનુસાર રાજ્યમાં કોંગ્રેસને 223માંથી 114 સીટ મળી શકે છે ( અત્રે ઉલ્લેખનીય છે કે કર્ણાટકની 224 વિધાનસભાની સીટોમાંથી 223 સીટો માટે મતદાન થયું છે) કોંગ્રેસને 2008ના વિધાનસભાની ચૂંટણીમાં 80 સીટો મળી હતી. આ પ્રમાણે તેને 34 સીટોનો ફાયદો થવાનું અનુમાન છે.

ભાજપને ગત વિધાનસભાની ચૂંટણીમાં મળેલી 110 સીટો ઘટીને અડધી એટલે 55 થઇ જશે એવું અનુમાન છે. સી વોટર મુજબ યેદિયુરપ્પાની કર્ણાટક જનતા પાર્ટી (કેજીપી)ને 11 સીટો મળી શકે છે. જેડી (એસ)ને 34 અને અન્યને 9 સીટો મળવાનું અનુમાન છે.

બીજી તરફ ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલમાં કોંગ્રેસને પ્રચંડ બહુમત મળવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ટુડેઝ ચાણક્યના પોલ મુજબ કોંગ્રેસને 132 સીટો મળી શકે છે. કોંગ્રેસના વોટમાં 2 ટકાના વધારા સાથે 37 થવાનું અનુમાન છે, તો બીજી તરફ ભાજપને 38, જેડી (એસ)ને 38 અને યેદિયુરપ્પાની પાર્ટી કેજીપી અને અન્યને 15 સીટો મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

ન્યુઝ ચેનલ સીએનએન-આઇબીએનના અનુમાનો અનુસાર 224 સભ્યોવાળી વિધાનસભામાં કોંગ્રેસને 110થી 116 સીટો મળી શકે છે, જ્યારે ભાજપને 43 થી 53 સીટો મળી શકે છે. જેમાં જેડીએસને પણ 43 થી 53 સીટો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અન્યને 16 થી 24 સીટો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચેનલે કહ્યું હતું કે ભાજપ વિરૂદ્ધ સત્તાવિરોધી લહેરનો પ્રભાવ રહ્યો છે. તેનાથી એક સરકાર વિરૂદ્ધ અને બીજી તટવર્તી કર્ણાટકમાં તેવા ધારાસભ્યો વિરૂદ્ધ રહ્યાં છે જેમને 2 થી 3 કાર્યકાળ પુરા કર્યાં છે. જેથી કોંગ્રેસને ફાયદો થયો છે.

English summary
Karnataka Election Results: Section 144 imposed in Bangalore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X