કર્ણાટકમાં સંતાનોને બેટિંગ સોંપી પેવેલિયનમાં બેઠા નેતા

Google Oneindia Gujarati News

બેંગલોર, 17 એપ્રિલ : કર્ણાટકમાં નેતાઓએ પોતાની સત્તા દીકરાઓને સોંપીને ભારતીય રાજકારણમાં તેમના મજબૂત પદાર્પણ માટેનો પ્રયાસ કર્યો છે. એમ કહીએ તો અતિશયોક્તિ નથી કે કર્ણાટકમાં દીકરાઓ પોતાની પિતાએ સર્જેલી સત્તાને લોકસભા ચૂંટણીઓ 2014માં પોતાના ખભે લેવા માટે તૈયાર બેઠા છે. ઘણા એવા નેતા છે જે પોતાના દીકરાઓને રાજકારણ અને સત્તાનો સ્વાદ ચખાડવા માટે પોતાની સમગ્ર તાકાત દાવ પર લગાવી રહ્યા છે. કેટલાક નેતાઓએ તો સત્તાની કમાન દીકરાઓના હાથમાં સૌંપી પણ દીધી છે.

આ પ્રક્રિયામાં નેતાઓના દીકરાઓ ચૂંટણી પ્રચારની રણનીતિ ઘડી રહ્યા છે. રાજકારણીઓની નવી પેઢી યુવા મતદાતાઓને પોતાની તરફ કરવા માટે ધમપછાડા કરી રહી છે. આ પ્રયત્નમાં કયા નેતાઓ અને કયા દીકરાઓ છે તે જાણીએ...

prashant-deshpande

વી દેશપાંડે - પ્રશાંત દેશપાંડે
કર્ણાટકમાં ઉચ્ચ શિક્ષણ પ્રધાન આર વી દેશપાંડેના દીકરા પ્રશાંત દેશપાંડેએ રાજકારણના પાઠ ભણવાના શરૂ કરી દીધા છે.

શામાનુર શિવશંકરપ્પા - એસ એસ મલ્લિકાર્જુન
બાગાયત મંત્રી શામાનુર શિવશંકરપ્પાના પુત્ર એસ એસ મલ્લિકાર્જુને પિતા પાસેથી રાજકારણની ચાવીઓ મેળવી લીધી છે.

સ્વ. જે એચ પટેલ - મહિમા પટેલ
પૂર્વ મુખ્યમંત્રી સ્વ. જે એચ પટેલના દીકરા મહિમ પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી દિવંગત એસ બંગારપ્પાની પુત્રી ગીતા શિવરાજ કુમાર પોતાની પિતાના સ્વપ્નને સાકાર કરવામાં લગેલા છે.

મહત્વની બાબત એ છે કે પ્રશાંત અને મલ્લિકાર્જુન છેલ્લા ઘણા સમયથી રાજકારણ સાથે સંકળાયેલા છે અને પોતાની પાર્ટીને મજબૂત કરવામાં લાગેલા છે.

રાજ્યમાં કેટલાક એવા નેતાઓ પણ છે કે જેઓ પોતાના સંતાનોને બેટિંગ અપાવી શક્યા નથી. કોંગ્રેસના વીરપ્પા મોઇલી પોતાના દીકરા હર્ષ મોઇલી અને માર્ગરેટ આલ્વા પોતાના દીકરા નિવેદિત આલ્વાને ટીકિટ અપાવી શક્યા નથી.

English summary
Karnataka Leaders has transferred their power to their sons to reach at pace on Indian Politics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X