Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કર્ણાટકઃ વિધાનસભા કાલ સુધી સ્થગિત, ભાજપના ધારાસભ્યએ કર્યું ધરણાનું એલાન

કર્ણાટકઃ વિધાનસભા કાલ સુધી સ્થગિત, ભાજપના ધારાસભ્યએ કર્યું ધરણાનું એલાન

બેંગ્લોરઃ કર્ણાટકમાં પાછલા કેટલાય દિવસોથી ચાલી આવી રહેલ રાજકીય સંકટ વધુ પેચીદું થઈ ગયું છે. આજે જ વિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગની રાજ્યપાલની સલાહની અવગણના કરી સ્પીકર રમેશ કુમારે વિધાનસભાની કાર્યવાહી કાલ સુધી સ્થગિત કરી દીધી. ગવર્નર વજુભાઈ વાળાના લેટર પર સ્પીકર પાસે જવાબની માંગને લઈ ભાજપના ધારાસભ્યોએ રાત સુધી ધરણાનું એલાન કર્યું.

karnataka politics

યેદુરપપાએ કહ્યું કે સદનમાં ભોજન અને બિસ્તરનો ઈંતેજામ કરવામાં આવશે. મહિલા ધારાસભ્યો 9 વાગ્યા સુધી રોકાશે. પુરુષ ધારાસભ્યો અહીં જ ઉંઘશે. જ્યાં સુધી વિશ્વાસમત પર ફેસલો ન આવે ત્યાં સુધી દિવસ અને રાત સદનમાં જ રહેશે. તમામ ભાજપી ધારાસભ્યો અહીં જ રહેશે.

અગાઉ કર્ણાટક વિધાનસભાના સ્પીકર રમેશ કુમારે ગુરુવારે સાંજે કહ્યું કે રાજ્યપાલ વજુભાઈ વાળાએ તેમને દિવસના અંત સુધી વિશ્વાસ મતની પ્રક્રિયા પૂરી કરવા કહ્યું છે. સ્પીકરને રાજ્યપાલે કહ્યું કે વિશ્વાસ પ્રસ્તાવ સદનમાં વિચારાધીન છે. મુખ્યમંત્રી પાસે હંમેશા સદનનો વિશ્વાસ બનાવી રાખવાની અપેક્ષા કરવામાં આવે છે. દિવસના અંત સુધી વિશ્વાસ મત પર વિચાર કરે. કર્ણાટક વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમારે વિશ્વાસમત ડિબેટ દરમિયાન કહ્યું કે જો તારીખ વિનાના લેટરપેડ પર હું ફેસલો કરું, તો હું કેવા પ્રકરનો સ્પીકર કહેવાઈશ.

જ્યારે ભાજપના નેતા જગદીશ શેટ્ટારે કહ્યું કે, સીએમે આજે વિશ્વાસમત પરીક્ષણની તારીખ નક્કી કરી હતી, પરંતુ જેવો જ પ્રસ્તા આગળ વધ્યો કે વિવાદ શરૂ થઈ ગયો. સિદ્ધારમૈયા, કૃષ્ણા ગૌડા અને એચકે પાટિલે પોઈન્ટ ઑફ ઓર્ડરને આગળ વધાર્યો. અમે રાજ્યપાલને નિવેદન કર્યું છે કે સ્પીકરને વિશ્વાસમત પરીક્ષણની ચાલુ રાખવા કહે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X