For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસના સંકટમોચક ડી કે શિવકુમારની મુંબઈ પોલિસે ધરપકડ કરી

કર્ણાટકમાં ચાલી રહેલ રાજકીય સંકટ વચ્ચે કર્ણાટક કોંગ્રેસને સંકટમોચક ડી કે શિવકુમારની મુંબઈ પોલિસે ધરપકડ કરી લીધી છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં ચાલી રહેલ રાજકીય સંકટ વચ્ચે કર્ણાટક કોંગ્રેસને સંકટમોચક ડી કે શિવકુમારની મુંબઈ પોલિસે ધરપકડ કરી લીધી છે. વાસ્તવમાં, કર્ણાટક સરકારમાં મંત્રી ડી કે શિવકુમાર બુધવારે મુંબઈ પહોંચ્યા. તેમની કોશિશ એ બાગી ધારાસભ્યોને મળવાની હતી. ડી કે શિવકુમાર જેડીએસ ધારાસભ્ય શિવલંગે ગૌડા અને અમુક અન્ય નેતાઓ સાથે મુંબઈની રેનિસન્સ હોટલ પહોંચ્યા હતા જ્યાં કોંગ્રેસના 10 બાગી ધારાસભ્ય રોકાયા છે. જો કે અહીં પહોંચવા પર મુંબઈ પોલિસે તેમને હોટલની અંદર જવાથી રોકી દીધા હતા. આ દરમિયાન મળેલી માહિતી મુજબ તેમની મુંબઈ પોલિસે ધરપકડ કરી છે. એટલુ જ નહિ વિસ્તારમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે.

DK Shivakumar

ડી કે શિવકુમાર અને મિલિન્દ દેવડાની ધરપકડ

કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ સરકાર હાલમાં સકટમાં છે. કોંગ્રેસ અને જેડીએસના ઘણા અંતુષ્ટ ધારાસભ્યોએ બગાવતી તેવર અપનાવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા અને કર્ણાટક સરકારમાં મંત્રી ડી કે શિવકુમારે સરકારમાં બચાવવાની કવાયતમાં જોડાયા છે. આના કારણે ડી કે શિવકુમાર મુંબઈમાં કોંગ્રેસના 10 બાગી ધારાસભ્યોને મળવા પહોંચ્યા. મુંબઈના રેનિસન્સ હોટલમાં તેમણે આ ધારાસભ્યો સાથે મુલાકાતની કોશિશ કરી પરંતુ તેમને હોટલમાં જવા દીધા નહિ. આ દરમિયાન દિવસે અઢી વાગે મુંબઈ પોલિસે ડી કે શિવકુમારની ધરપકડ કરી. શિવકુમાર સાથે સાથે મિલિન્દ દેવડાની પણ ધરપકડ કરી છે.

કોંગ્રેસના બાગી ધારાસભ્યોને મળવા મુંબઈ પહોંચ્યા હતા શિવકુમાર

આ પહેલા ડી કે શિવકુમાર જ્યારે મુંબઈ પહોંચ્યા તો આ હોટલમાં તેમણે પોતાના માટે રૂમ બુક કરાવ્યો હતો. જો કે હોટલ મ તેમનુ બુકિંગ રદ કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ ડી કે શિવકુમારે કહ્યુ, 'તેમને મારા જેવા વિઝિટર પર ગર્વ હોવો જોઈએ. મને મુંબઈથી પ્રેમ છે, મને આ હોટલ ખૂબ ગમે છે. તેમને રદ કરવા દો બુકિંગ, મારી પાસે અન્ય રૂમો પણ છે.' એ સમયે ડી કે શિવકુમારે સ્પષ્ટ કહ્યુ તે ધારાસભ્યોને મળ્યા વિના નહિ જાય.

હોટલની આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવી ધારા 144

વળી, મળી રહેલી માહિતી મુજબ મુંબઈમાં જે વિસ્તારમાં આ હોટલ છે ત્યાં આસપાસમાં ધારા 144 લગાવી દેવામાં આવી છે. ડી કે શિવકુમાર સહિત કોંગ્રેસ નેતાઓની ધરપકડ કર્યા બાદ તેમને કલિના યુનિવર્સિટી રેસ્ટ હાઉસમાં લઈ જવામાં આવ્યા છે. મુંબઈ સાથે સાથે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પણ રાજકીય ઘમાસાણ ચાલુ છે. બેંગલુરુમાં રાજભવનની બહાર પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ક્યારે, ક્યાં અને કોની સાથે લગ્ન કરશે સલમાન ખાન, જાણવા માટે જરૂર જુઓ આ વીડિયોઆ પણ વાંચોઃ ક્યારે, ક્યાં અને કોની સાથે લગ્ન કરશે સલમાન ખાન, જાણવા માટે જરૂર જુઓ આ વીડિયો

English summary
Karnataka Minister DK Shivakumar detained by Mumbai Police, Section 144 had been imposed in area.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X