For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: બીએસ યેદિયુરપ્પા ચોથીવાર બન્યા કર્ણાટકના મુખ્યમંત્રી

Live: બીએસ યેદિયુરપ્પા ચોથીવાર બન્યા કર્ણાટકના મુખ્યમંત્રી

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં કોંગ્રેસ જેડીએસ સરકાર પડી ગયા પછી હવે નવી સરકારના ગઠન અંગે ઘણી હલચલ મચી છે. કર્ણાટક ભાજપા અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા આજે રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજુ કરશે. બીએસ યેદીયુરપ્પા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આજે તેઓ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને શપથ અપાવવાની માંગ કરશે. સૂત્રો અનુસાર બીએસ યેદીયુરપ્પા આજે જ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લઇ શકે છે.

bs yediyurappa

Newest First Oldest First
8:41 PM, 26 Jul

યેદિયુરપ્પાએ કહ્યું કે જો જરૂરી હોય તો તેઓ શનિવારે દિલ્હી જઈ અમિત શાહને મળશે અે ફરીથી પોતાની કેબિનેટ બનાવશે.
8:41 PM, 26 Jul

બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે સ્ટેટ કેબિનેટ પર ફેસલો તેઓ ભાજપ આલાકમાન સાથે વાતચીત બાદ કરશે.
8:38 PM, 26 Jul

બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે તેમની પાસે વિધાનસભામાં બહુમત છે. તેઓ સોમવારે 29 જુલાઈએ સવારે 10 વાગ્યે જ બહુમત સાબિત કરી દેશે. અને તે બાદ તેઓ ફાયનાન્સ બિલ પાસ કરશે.
7:17 PM, 26 Jul

કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા.
6:41 PM, 26 Jul

બીએસ યેદિયુરપ્પાએ સીએમ પદના શપથ લઈ લીધા છે. ખભા પર લીલી શાલ રાખી તેમણે સીએમ પદના શપથ ગ્રહણ કર્યા.
6:40 PM, 26 Jul

કોંગ્રેસમાંથી હકાલી કઢાયેલ ધારાસભ્ય રોશન બેગ પણ યેદિયુરપ્પાના શપથ ગ્રહણમાં સમારોહમાં પહોંચ્યા.
6:36 PM, 26 Jul

ભાજપ પ્રદેશ અધ્યક્ષ યેદિયુરપ્પા ચોથીવાર કર્ણાટકના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરવા માટે રાજભવન પહોંચી ગયા છે.
6:36 PM, 26 Jul

ભાજપના કેટલાય વરિષ્ઠ નેતા પણ રાજભવન પહોંચ્યા છે. જો કે આજે કોઈ મંત્રી શપથ નહિ લે.
6:30 PM, 26 Jul

બીએસ યેદિયુરપ્પા રાજભવન પહોંચ્યા. થોડી વારમાં જ શ્પથ ગ્રહણ શરૂ થશે.
12:08 PM, 26 Jul

બીએસ યેદીયુરપ્પા 31 જુલાઇએ વિધાનસભામાં બહુમત સાબિત કરશે
12:06 PM, 26 Jul

રાજ્યપાલ સાથે મુલાકાત કરીને બીએસ યેદિયુરપ્પાએ 105 વિધાયકોનું સમર્થન પત્ર સોંપ્યું
11:02 AM, 26 Jul

રાજ્યપાલ સાથે મુલાકાત કર્યા પછી બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે સાંજે 6.15 વાગ્યે મુખ્યમંત્રી પદની શપથ લઇશ
10:33 AM, 26 Jul

સરકાર પડી ગયા બાદ સતત જેડીએસ, કોંગ્રેસ અને વિપક્ષી દળના નેતા ભાજપ પર હુમલા કરી રહ્યા છે. તમામ નેતા આરોપ લગાવી રહ્યા છે કે ભાજપે ધનબળના દમ પર કર્ણાટકની સરકાર પાડી છે. વળી, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ કે આ લાલચની જીત છે, લોકતંત્રની હાર.
10:31 AM, 26 Jul

કુમારસ્વામી સરકાર પાસેથી સમર્થન પાછુ લેનારા ત્રણે બાગી વિધાયકોને વિધાનસભા સ્પીકરે અયોગ્ય ગણાવ્યા હતા
10:30 AM, 26 Jul

બીએસ યેદીયુરપ્પા રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા, સરકાર બનાવવાનો દાવો કરશે. મંગળવારે કુમારસ્વામી સરકાર પડી ભાંગી હતી.
10:28 AM, 26 Jul

બીએસ યેદીયુરપ્પા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આજે તેઓ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને શપથ અપાવવાની માંગ કરશે

English summary
karnataka politics: bs yediyurappa ask governor permission to take oath as chief minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X