For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્દિરા કેન્ટીનમાંથી 20 લાખ રૂપિયાની ચમચી અને પ્લેટ ચોરી થયાનો ખુલાસો

ઇન્દિરા કેન્ટીન ચલાવનાર કોન્ટ્રાક્ટર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ગયા વર્ષે ઓગસ્ટ થી લઈને અત્યારસુધી લગભગ 20 લાખ રૂપિયાની કિંમતની ચમચીઓ અને પ્લેટ ચોરી થઇ ચુકી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

બેંગ્લોરમાં ચાલી રહેલી ઇન્દિરા કેન્ટીનમાં મોટી ચોરીનો મામલો સામે આવ્યો છે. ઇન્દિરા કેન્ટીન ચલાવનાર કોન્ટ્રાક્ટર ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ગયા વર્ષે ઓગસ્ટ થી લઈને અત્યારસુધી લગભગ 20 લાખ રૂપિયાની કિંમતની ચમચીઓ અને પ્લેટ ચોરી થઇ ચુકી છે. કોન્ટ્રાક્ટર ઘ્વારા જણાવ્યા મુજબ 1.2 લાખ ચમચી અને 10,000 પ્લેટ ગાયબ થવાની સૂચના છે. ચમચી ગાયબ થવાને કારણે કેન્ટીન સંચાલકો ઘ્વારા ચમચી આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.

બેંગ્લોર મહાનગર પાલિકા ઘ્વારા જણાવવામાં આવ્યું

બેંગ્લોર મહાનગર પાલિકા ઘ્વારા જણાવવામાં આવ્યું

કેન્ટીન સંચાલકો ઘ્વારા બેંગ્લોર મહાનગર પાલિકા (બીબીએમપી) ને પત્ર લખીને કહ્યું હતું કે તેઓ સુરક્ષા આપે અથવા જનતાને અનુરોધ કરે કે તેઓ પ્લેટ અને ચમચી ગાયબ ના કરે. પરંતુ બીબીએમપી ઘ્વારા આ મામલે પગલાં લેવાથી ઇન્કાર કરતા જણાવવામાં આવ્યું કે પહેલાથી સિક્યોરિટી ગાર્ડ અને સીસીટીવી લગાવવાનું કામ થઇ ચૂક્યું છે. કેન્ટીન ચલાવનાર એક સંસ્થા સેફટોક ના મેનેજીંગ ડાયરેક્ટર ગોવિંદ બાબુ પૂજારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમે 80,000 કરતા પણ વધારે ચમચીઓ ગુમાવી છે. જયારે કેન્ટીન ખુલી હતી ત્યારે બીબીએમપી ઘ્વારા અમને દરેક કેન્ટીન માટે 400 ચમચીઓ આપવામાં આવી હતી. પરંતુ શરૂઆતના 15 દિવસમાં જ અડધી ચમચીઓ ગાયબ થઇ ગયી.

સ્ટાફ સાથે બબાલ

સ્ટાફ સાથે બબાલ

ગોવિંદ બાબુ પૂજારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ગ્રાહક પર શંકા નહીં કરી શકે કારણકે તેમને ખોટું લાગી શકે છે. તેવામાં અમે ગાર્ડને થોડા સતર્ક રહેવામાં માટે કહ્યું. ગાર્ડએ એક વ્યક્તિએ ખિસ્સામાં ચમચી રાખતા પણ જોયો, જયારે ગાર્ડ ઘ્વારા જણાવવામાં આવ્યું ત્યારે બાકીના લોકો પણ તેની સાથે આવી સ્ટાફ સાથે બબાલ શરૂ કરી દીધી. અમે તેના માટે પોલીસ ફરિયાદ પણ નથી નોંધાવી શકતા.

કોંગ્રેસ સરકારે કરી હતી શરૂઆત

કોંગ્રેસ સરકારે કરી હતી શરૂઆત

આપણે જણાવી દઈએ કે કર્ણાટકમાં સત્તાધારી કોંગ્રેસ પાર્ટીની સરકાર ઘ્વારા બેંગ્લોરમાં ઇન્દિરા કેન્ટીન શરૂ કરવામાં આવી હતી. આ કેન્ટીન રોજ લગભગ 2 લાખ કરતા પણ વધારે લોકોને સસ્તું ભોજન કરાવે છે.

English summary
karnataka: spoons and plates worth more than 20 lakhs stolen from indira canteen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X