For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કરણી સેનાનો દાવો, કોંગ્રેસે નહીં, અમે શિવરાજ સિંહ ચૌહાણ પર જૂતાં ફેંક્યો

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની જનઆશીર્વાદ યાત્રા દરમિયાન તેમના પર જૂતાં ફેંકવાનો મામલો સામે આવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની જનઆશીર્વાદ યાત્રા દરમિયાન તેમના પર જૂતાં ફેંકવાનો મામલો સામે આવ્યો છે. સીએમ શિવરાજ સિંહ પર જૂતાં તેવા સમયે ફેંકવામાં આવ્યો જયારે તેઓ સભાને સંબોધિત કરી રહ્યા હતા. પરંતુ જૂતાં સીએમને વાગ્યો નહીં અને સુરક્ષાકર્મીઓ ઘ્વારા તેમને ઘેરી લેવામાં આવ્યા. ત્યારપછી બીજેપી ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યું કે આ બધું કોંગ્રેસ ઘ્વારા કરવામાં આવી રહ્યું છે. પરંતુ જૂતાં ફેંકવા મામલે કરણી સેના ઘ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

કરણી સેનાનો જૂતાં ફેંકવાનો દાવો

કરણી સેનાનો જૂતાં ફેંકવાનો દાવો

કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા વિજેન્દ્ર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સીએમ શિવરાજ પર જૂતાં કોંગ્રેસે નહીં પરંતુ અમારા કાર્યકર્તાએ ફેંક્યા છે. એસસી-એસટી એક્ટના વિરોધમાં ગ્વાલિયરમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા, તે દરમિયાન શહેરમાં સુરક્ષાની ભારે વ્યવસ્થા કરવામાં આવી હતી. ગ્વાલિયરમાં એસસી-એસટી એક્ટના વિરોધમાં ઘણા સંગઠનો સાથે કરણી સેનાએ પણ પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી.

એસસી-એસટી એક્ટનો વિરોધ વધી રહ્યો છે

એસસી-એસટી એક્ટનો વિરોધ વધી રહ્યો છે

કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા વિજેન્દ્ર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સીએમ શિવરાજ પર જૂતાં કોંગ્રેસે નહીં પરંતુ કરણી સેનાના લોકોએ ફેંક્યું છે. મધ્યપ્રદેશમાં એસસી-એસટી એક્ટનો વિરોધ જોર પકડી રહ્યો છે. કોંગ્રેસ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધ્યાને પણ આ વિરોધનો સામનો થોડા દિવસ પહેલા કરવો પડ્યો હતો. જયારે રવિવારે જન આશીર્વાદ યાત્રા દરમિયાન સીએમ શિવરાજને પણ તેનો સામનો કરવો પડ્યો છે.

બીજેપીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો

બીજેપીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો

જણાવવામાં આવી રહ્યું છે કે શિવરાજ સિંહના કાફલા પર પથ્થર ફેંકવા અને કાળા ઝંડા બતાવવામાં એસસી-એસટી એક્ટનો વિરોધ કરી રહેલા લોકો શામિલ છે. શિવરાજ સિંહના કાફલા પર પથરાવ પછી જૂતાં ફેંકવાનો વીડિયો પણ ખુબ જ ઝડપથી વાયરલ થયો હતો. આ મામલે કેટલાક કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે ધરપકડ પણ કરી છે.

English summary
karni sena claim, they hurled shoe at mp cm shivraj singh chauhan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X